• બુધવાર, 12 નવેમ્બર, 2025

બોર્ડના નવા નિયમથી જેતપુર પરીક્ષા કેન્દ્રો ગુમાવશે ?

જેતપુરની શાળાઓ માપદંડ પૂરા કરી શકે એમ ન હોવાની સ્થિતિ, હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ અદ્ધરતાલ

જેતપુર, તા. 10: રાજ્ય શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય મુજબ, આગામી બોર્ડની પરીક્ષાઓ ફક્ત એવી જ શાળાઓમાં લેવાશે કે જેમની પાસે માન્ય ફાયર ગઘઈ (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ), ઇઞ (બિલ્ડિંગ યુઝ) પરમિશન અને સીસીટીવી કેમેરા જેવી પાયાની સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ હશે.

બોર્ડનો આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં હોવા છતાં, જેતપુર શહેર માટે તે ‘અભિશાપ’ સમાન સાબિત થઈ શકે તેમ છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, જેતપુર શહેરની મોટાભાગની શાળાઓ, કે જેમને વર્ષોથી બોર્ડ પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવે છે, તેમાંથી એકપણ શાળા એવી નથી કે જે આ તમામ સુરક્ષા માપદંડો પૂર્ણ કરતી હોય અથવા ટૂંકા સમયમાં આ વ્યવસ્થા ઊભી કરી શકે તેમ હોય.

શિક્ષણ બોર્ડના નવા આદેશ મુજબ, હવે શાળાઓની બિલ્ડિંગની સ્થિતિ, ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા, ઈમરજન્સી બહાર નીકળવાના રસ્તા અને ક્લાસરૂમમાં બેઠક વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ થશે.

પરંતુ જેતપુરની વાસ્તવિકતા અલગ છે. મોટાભાગની શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધને છે જ નહીં, અથવા માત્ર દેખાડવા પૂરતા છે. ઘણી શાળાઓના બિલ્ડીંગ રહેણાંકના નકશા પર શૈક્ષણિક હેતુ માટે ઉભા કરી દેવાયા છે, જેમની પાસે કોમર્શિયલ ઉપયોગ માટેનું ઇઞ પરમિશન જ નથી. આ ગંભીર બેદરકારી હવે સંચાલકોને ભારે પડી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક