• બુધવાર, 12 નવેમ્બર, 2025

દિલ્હી બ્લાસ્ટ પછી દેશની સુરક્ષા એજન્સી ગુજરાતના અધિકારીઓની મદદ કેમ લઇ રહી છે ?

ગુજરાત ATSએ કેટલાક મહત્ત્વના ફોન નંબર, ટેલિગ્રામ ચેટ અન્ય કોમ્યુનિકેશનની ટિપ્સ આપી

 ભાર્ગવ પરીખ 

દિલ્હીના બ્લાસ્ટ પછી ગુજરાત એટીએસની એક ટિમ હાલ મુઝફફરનગર દિલ્હીમાં ધામ નાખીને બેઠી છે. આ ટીમ ફરિદાબાદમાંથી મળેલી બૉમ્બ બનવવાની સામગ્રી અને દિલ્હી બ્લાસ્ટની તપાસમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને મદદ કરી રહી છે .

ગુજરાતમાંથી હાલમાં પકડાયેલા ત્રણ આતંકી બાદ તુરંત જ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી હાલ ગુજરાત એટીએસની એક ટિમ પશ્વિમી ઉત્તરપ્રદેશના નાનકડા બે કસ્બા ઝીન્ઝના અને લખીમપુર ખીરીમાં છે .

ગુજરાત એટીએસના એક ઉચ્ચ અધિકારીએ ફૂલછાબ સાથેની વાતચીતમાં કહ્યુ કે અહીં અમે શામળી તાલુકાના ઝીન્ઝના કસ્બામાં તપાસ કરી તો એક આતંકી આઝાદ શેખ સિલાઈ કામ કરે છે. સિલાઈ કામ કરતા પહેલાએ 2018માં અહીંના બુધનાના  2028માં  દીની  શિક્ષા (ઇસ્લામનું ધાર્મિક શિક્ષણ અને ધર્મનું અર્થઘટનની તાલીમ) લઇ હાફિઝ (દીની શિક્ષા પછી કુરાનની તમામ વાતોને કંઠસ્થ કર્યા બાદ મળતી પદવી) થવા આવ્યો હતો. કારણ કે હાફિઝનું ઇસ્લામમાં ખુબ સન્માન મળે છે. અમે અહીંના દાઉદી મદ્રેસામાં તપાસ કરી તો ખબર પડી કે મદ્રેસાના સંચાલક દાઉદીના દીકરા મહોમ્મદ આરીફે કહ્યું હતું કે આઝાદ એમના ત્યાં 2018માં દીની શિક્ષા લેતો હતો, પણ કોરોના બાદ એને આવવાનું બંધ કર્યું છે. જ્યારે લખીમપુરુ ખીરીના મહોમ્મદ સોહેલે અહીં એડમિશન લીધું હતું અને દીનીની શિક્ષણ ત્રણ મહિના ભણ્યા પછી એને પિત્તની બીમારીનું બહાનું કાઢી જતો રહ્યો હતો. અહીં ભારતભરમાંથી લોકો ભણવા આવે છે, આ બન્નેની વધુ તપાસ ચાલુ છે. જેમાં અમે ઘણી માહિતી એકથી કરી છે અને આ બન્નેના મુઝફફરનગર વિસ્ફોટક અને હથિયારના મામલામાં કોઈ સંપર્ક છે કે કેમ ? અને દિલ્હી બ્લાસ્ટ સાથે કોઈ સંબંધ છે કે નહીં એની તપાસ ચાલુ છે.  તો એનઆઈએઁના ઉચ્ચ અધિકારીએ ફૂલછાબ સાથેની વાતચીતમાં આ કેસની તપાસ ચાલુ હોવાથી વધુ કહેવાનો ઇન્કાર કરતા કહ્યું કે દેશની અન્ય સુરક્ષા એજન્સી સાથે અમે સંપર્કમાં છીએ પણ ગુજરાત એટીએસ પાસેથી કેટલાક મહત્વના ફોન નંબર, ટેલિગ્રામ ચેટ અન્ય કોમ્યુનિકેશનની ટિપ્સ મળી છે. એટલે અમે એમના ઈન્પુટની પણ મદદ લઇ રહ્યા છીએ. જેના આધારે નજીકના દિવસોમાં વધુ ધરપકડ અને મહત્ત્વના ખુલાસા થશે.

રાષ્ટ્રીય એજન્સી સાથે ગુજરાત એટીએસે કરેલી મહત્ત્વની કેટલીક કામગીરી

- કચ્છના ડ્રાઇવરના એ.આર.મન્સૂરીની દેશવિરોધી પ્રવૃત્તિના મળેલા ઇનપુટ બાદ મુંબઈ એટીએસે ફૈઝલ મિર્ઝાની ધરપકડ કરી હતી 

- ગુજરાત એટીએસે રાજકોટ અને ભાવનગરથી વસીમ અને નઈમની આતંકી પ્રવૃત્તિ માટે એક્સપ્લોઝિવ કેમિકલ ભેગું કરી રાજકોટના ગુંદાવાડી અને ત્રિકોણ બાગમાં બ્લાસ્ટ કરવાના કાવતરાના આરોપસર ધરપકડ કરી હતી, જેની તપાસ બાદ પાકિસ્તાનના આતંકી અબ્દુલ હાફિઝના સંપર્ક ખુલ્યા હતા 

- અમદાવાદ પોલીસે શોએબ પોટકલની ધરપકડ કરી હતી. જેને યાસીન ભટકલ સાથે સંબંધ હતા, એના સંપર્ક તપસ્યા બાદ પોલીસને બીજા દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકોને પકડયા હતા. 

- એટીએસે સુરતથી મહોમ્મદ કાસીમ અને ઉમેદ મિર્ઝાની ધરપકડ કરી હતી. એમના આતંકી અબ્દુલ - એ -ફૈઝલ સાથેના સંપર્ક બહાર આવ્યા હતા અને ગેરકાયદે હથિયારના વેપારી ઉજ્જૈનના યુરેઝખાન પઠાણની ધરપકડ કરી હતી.

- એનઆઈએ અને ગુજરાત એટીએસે ભૂતકાળમાં પકડાયેલા દેશવિરોધી પ્રવૃત્તિ સાથેના લોકો પાસેના સંપર્કના આધારે દાઉદના માણસની ગુજરાતની સરહદી વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે જોડાયેલા નદીમ મિસ્ત્રીની ધરપકડ કરી હતી 

- ગુજરાત એટીએસે બેંગ્લોર બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા અમદાવાદના જુહાપુરામાં સંતાયેલા આલમઝેબ અફ્રિદીને હ્યુમન ઇન્ટેલિજન્સથી પકડયો હતો.

- ગુજરાત એટીએસના ઇનપુટ બાદ કોસ્ટગાર્ડ સાથેના જોઈન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનથી ફિઝા અને ફાતિમા બોટમાં આવતું કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક