(ફૂલછાબ ન્યુઝ)
સુરત,
તા.11: નવસારીના બીલીમોરામાં બિશ્નોઈ ગેંગના
આરોપીઓ હથિયારની આપ-લે કરવા માટે હોટલમાં રોકાયા હોવાની માહિતી સ્ટેટ મોનિટારિંગ સેલની
ટીમ મળતા પોલીસની ત્યાં પહોંચી હતી. જ્યાં હાજર બે આરોપીને ઝડપીને પૂછપરછ કરતાં અન્ય
બે આરોપીએ મિની સોમનાથ મંદિરે હોવાનુ જાણવા મળતાં ટીમ મંદિરે પહોંચી હતી, જ્યાં હાજર
આરોપીઓએ ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વબચાવમાં ફાયારિંગ કર્યું હતું, જેમાં એક આરોપીને
પગમાં ગોળી વાગતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ
કરી તેઓને લઈ ગાંધીનગર રવાના થઈ હતી.
મળતી
મુજબ સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ નવસારીના
બીલીમોરામાં રહેતા બિશ્નોઇ ગેંગના મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવત નામના
બે શખસને હરિયાણાનો યશ સિંગ અને મધ્યપ્રદેશનો રિષભ અશોક શર્મા હથિયાર આપવા આવ્યા છે
અને એ અનુકૂળ હોટલમાં રોકાયા છે, જેથી બાતમીના આધારે ટીમે દરોડો પાડયો હતો, જોકે ત્યાં
રાજસ્થાનના બે આરોપીને ઝડપીને પોલીસે પૂછપરછ કરતાં અન્ય બે આરોપી નજીકમાં આવેલા મિની
સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનુ જણાવ્યુ હતુ. હરિયાણા અને મધ્ય પ્રદેશથી આવેલા
બે આરોપી મંદિરે હોવાથી સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમ મંદિરે પહોંચી હતી, જ્યાં પોલીસને
જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે આરોપી શાર્પશૂટર યશ સિંગે પોલીસ ઉપર
ગોળીબાર કર્યો હતો. જેથી સ્વ બચાવ માં એસએમસીના પોલીસ ઈન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાએ
પણ સામે ફાયારિંગ કર્યું હતુ.
પોલીસ
અને ગેંગ વચ્ચે બે રાઉન્ડ ફાયારિંગ થતાં આરોપી યશના પગમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત
થયો છે. જેથી પોલીસે ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સરકારી મેંગોશી હોસ્પિટલમાં ખસેડયો
હતો. બાકીના ત્રણ આરોપીઓ રિષભ અશોક શર્મા(મધ્ય પ્રદેશ), મનીષ કાલુરામ કુમાવત(રાજસ્થાન),
મદન ગોપીરામ કુમાવત(રાજસ્થાન)ની ધરપકડ કરીને તેના કબજામાંથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ
અને 27 જીવતી કારતૂસ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ હોસ્પિટલમાં સારવાર
હેઠળ ખસેડાયેલા આરોપીને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે.
હાલ પોલીસની ટીમ પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે આરોપીઓને લઈ ગાંધીનગર રવાના થઈ ગઈ છે.
વધુમાં
જાણવા મળ્યુ હતુ કે આરોપી યશ સિંગ અને રિષભ શર્મા બંને કુખ્યાત ગુનેગારો છે. યશ શાર્પ
શૂટર છે અને રિષભ શર્મા હત્યા સહિતના ગુનામાં સામેલ છે. આ આરોપીઓ બીલીમોરાથી મુંબઈ
તરફ જવાના હતા, ત્યારે બીલીમોરાના મનીષ અને મદનને કયા કારણોસર મળવા આવ્યાં હતા અને
કયા ગુનાને અંજામ આપવા ત્રણ દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ફરતા હતા. જેના આધારે
સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.