અમરેલી, તા.8 : આજથી 26 વર્ષ પહેલાં 26 જાન્યુઆરીના રોજ આવેલાં વિનાશક ભૂકંપને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. ત્યારે શિયાળાની ઋતુને અને ભૂકંપ વચ્ચે કોઈ કનેક્શન હોય તેમ ઠંડી વધતાં જ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગામડામાં આજે સાંજે વાળું કરવાનાં સમયે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ઉપરાંત ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ અમરેલી
જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગ્રામ્ય વિસ્તારના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી,
અનીડા સહિતના ગામોમાં આજે સાંજના 7-16 મિનિટે 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
હતો. આ અંગે સિસ્મોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા પણ ભૂકંપના આંચકાની પુષ્ટી આપી હતી.
આ ભૂકંપ અમરેલીથી 41 કિલોમીટર દૂર હોવા (જુઓ પાનું 10)
અંગેની વિગતો ગાંધીનગર સિસ્મોલોજી
વિભાગે આપી હતી. આ અગાઉ પણ ખાંભા પંથકમાં ગીર કાંઠાના વિસ્તારોમાં અનેક વખત ભૂકંપના
આંચકો આવતાં હોય જેને લઈ ગાંધીનગરથી ખાસ ટીમ આ પંથકમાં દોડી આવી હતી. ત્યારે આજે ફરી
વખત ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.
તેમજ ધોરાજી શહેર અને આસપાસના
ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે 8.43 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આચંકો
અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.