• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ગાંધીનગરના પિંડારડામાં પ્રાણીઓથી ફેલાતા ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરની દસ્તક 26 વર્ષીય પશુપાલક યુવાનમાં વાયરસની પુષ્ટિ : આરોગ્ય અને પશુપાલન વિભાગમાં દોડધામ

દર્દીના સંપર્કમાં આવેલા 31 વ્યક્તિ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ

અમદાવાદ, તા. 9: ગાંધીનગરમાં હાલમાં પાણીજન્ય રોગોએ કાળો કહેર મચાવ્યો છે ત્યારે બીજી બાજુ પશુપાલકોને ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરે બાનમાં લીધા છે. ગાંધીનગર તાલુકાના પિંડારડા ગામમાં રહેતા એક 26 વર્ષીય પશુપાલક યુવાનમાં આ વાયરસની પુષ્ટિ થતાં સમગ્ર જિલ્લાના આરોગ્ય અને પશુપાલન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોંગો ફીવર રોગનો ભોગ બનનાર યુવાન પશુપાલન સાથે સંકળાયેલો છે. તેણે તાજેતરમાં જ નવો તબેલો બનાવી રાજસ્થાનથી ગાયો લાવ્યો હતો. જે મોટાભાગે તબેલા પર જ રહેતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર તાવ અને ગંભીર લક્ષણો જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારે પૂણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલાયેલા સેમ્પલમાં કોંગો ફીવર પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.  આ વાયરસ મુખ્યત્વે પશુઓ પર ચોંટેલી ‘ઈતરડી’ દ્વારા ફેલાય છે. ઘટનાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગની ટીમોએ પિંડારડામાં ધામા નાખ્યા છે. આરોગ્ય ટીમો દ્વારા 237 ઘરોમાં 1,034 લોકોનું વ્યક્તિગત ક્રાનિંગ કરાયું છે. દર્દીના સંપર્કમાં આવેલા 31 વ્યક્તિને હાલ સખત ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. ગામમાં બે સ્પેશિયલ મેડિકલ ટીમો સતત મોનિટારિંગ કરી રહી છે. 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક