અમદાવાદ, તા.9: અમદાવાદમાં દરરોજ લૂખ્ખાગીરીમાં વધારો થઈ રહ્યો છે. પોલીસનો ડર તો ઠીક પરંતુ ખુદ પોલીસને લૂખ્ખાઓએ નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આજે અમદાવાદના ભાડજ ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન એક ક્રેટા ચાલકે પોલીસ કોન્સ્ટેબલને બોનેટ પર લટકાવીને આશરે દોઢ કિલોમીટર સુધી ગાડી ચલાવી હતી પરંતુ પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતા ગાડી સ્પીડમાં હંકારી હતી.
પ્રાપ્ત
માહિતી અનુસાર ગત 7 તારીખે એ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાહન ચેકીંગની કામગીરીમાં
જોડાયેલો હતો. સાંજના સમયે ભાડજ ચાર રસ્તા બ્રીજ નીચે વાહન ચેકીંગ પોઈન્ટ ઉપર ફરજ પર
હાજર હતા. તે દરમિયાન જે પણ વાહન આવતા હતા તેની તપાસ કરી તેને જવા દેવામાં આવતા હતા.
આ દરમિયાન સાંજે સાયન્સ સીટી રોડ તરફથી નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા કાર આવી
રહી હતી. જેથી પોલીસે કારચાલકને ઈશારો કરીને કાર સાઈડમાં ઉભી રાખવાનો પ્રયાસ કરતા કારચાલકે
કાર ધીમી પાડી હતી.
જો
કે, કાર ચાલકને ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ
કર્યો હતો. અચાનક કાર રોકવાના બદલે પુરપાટ ઝડપે હંકારી દેતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ
બોનેટ પર પટકાયા હતા. છતાં પણ કારચાલકે કાર રોકી ન હતી. જો કે, હેબતપુર પાસે ટ્રાફિક
જામ થતા કાર ધીમી પડી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ નીચે પટકાતા સામાન્ય ઈજા પહોંચી હતી.
જ્યારે કારની પાછળની સીટમાં બેસેલો શખસ કારમાંથી નીચે ઉતર્યો ત્યારે પાછળથી આવતા અન્ય
પોલીસ કર્મચારીને જોઈને કારચાલક અને કારમાં સવાર અન્ય એક શખસ ફરાર થઈ ગયા હતા. જો કે,
એક શખસ ગાડીમાંથી ઉતરી જતા તેને પાછળ આવી રહેલા અન્ય પોલીસ કર્મચારીઓએ ઝડપી લીધો હતો.
જેની પુછપરછ કરતા પોતે મુળ બનાસકાંઠાનો થરાગામનો હોવાનું અને તેનું નામ પ્રભુજી ઠાકોર
હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા કારચાલક ઈન્દ્રેશખાન પઠાણ જે
પાટણ હારીજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મુખ્ય આરોપી ગુનાહીત માનસિકતા ધરાવતો
હોવાથી આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. આમ પોલીસે ત્રણ આરોપીઓ વિરૂદ્ધ
હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.