અમદાવાદ, તા.9: અમદાવાદમાં એક બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવીને રૂા.10 કરોડની ખંડણી માંગવાનો કારસો એક પત્રકાર અને રાજકીય પક્ષના કાર્યકરને મોંઘો પડયો છે. યુવતીએ બિલ્ડરના અન્ય યુવતી સાથેના અંગત પળોના વીડિયો ઉતાર્યા બાદ પત્રકાર સાથે મળી બ્લેકમેઈલ કરી 10 કરોડની ખંડણી માગી હતી. જો કે, બિલ્ડરની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકીય કાર્યકર એનસીપીનો ઉપપ્રમુખ છે અને બીજો પત્રકાર અશ્વિન ચૌહાણ છે.
બિલ્ડર અને યુવતી વચ્ચે છ મહિના પહેલા સંપર્ક થયો
હતો અને મિત્રતા થઈ હતી. યુવતીએ બિલ્ડર સાથે અંગત પળો માણતો વીડિયો એનસીપી ઉપપ્રમુખ
અને પત્રકારને મોકલ્યો હતો. લાંબા સમય સુધી અશ્વિને બિલ્ડર સાથે વાતચીત કરી આ વીડિયો
સમાચારમાં ન લેવા માટે 10 કરોડની માગ કરી હતી. આ વીડિયો બાબતે વાતચીત કરીને થોડા સમય
અગાઉ અશ્વિને અંતે 7 કરોડની માગ કરી હતી. જો કે, બિલ્ડરે આ બધાથી કંટાળી પોલીસના ઉચ્ચ
અધિકારીનો સંપર્ક કર્યો હતો. જેથી ઉચ્ચ અધિકારીએ સાયબર ક્રાઈમનો સંપર્ક કરાવતા બિલ્ડરે
ફરિયાદ નોંધાવી હતી.
સાયબર
ક્રાઈમે સમગ્ર મામલે ગુનો નોંધી પત્રકાર અશ્વિન ચૌહાણ અને સુનિતા રાજપૂતની ધરપકડ કરી
હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ કાવતરૂ સુનિતાએ તેના બોયફ્રેન્ડ બિની ગીલ
સાથે મળીને ઘડયું હતું. સુનીતા નેલ આર્ટનો બિઝનેસ કરે છે. જ્યારે બિની ગીલ જીમ ટ્રેનર
છે. સુનીતાએ બિલ્ડરની માહિતી મેળવી તેની પરિચિત યુવતીનો બીલ્ડર સાથે સંપર્ક કરાવ્યો
હતો. જે બાદ યુવતીએ બિલ્ડર સાથે વાતચીત કરી હતી. યુવતી અને બિલ્ડરે સુનીતાના ઘરે જ
અંગત પળો માણી હતી. જેનું સુનીતાએ અગાઉથી જ સેટઅપ કરી સ્પાય કેમેરાથી રેકોર્ડીંગ કર્યું
હતું. હાલ પોલીસે સુનીતા અને અશ્વિનની ધરપકડ કરી છે. બંનેના ફોનમાંથી બિલ્ડરના વીડિયો
મળી આવ્યા હતા. બિની ગીલ ફરાર થઈ ગયો છે. જેની શોધખોળ ચાલી રહી છે. આ સમગ્ર મામલે યુવતીને
જાણ હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.