જામનગર, તા.10: જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઇએનએસ વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઇલ રીફાઇનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જીએસએફસી તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલા કુલ -154 ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલા છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ (ઇ.ચા.) એસ.એમ. કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર મહાનગરપાલિકા સહિતના સમગ્ર જામનગર જિલ્લાના રેડઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડગોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. આગામી તા.8-2-2026 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.