શહેર અને સમુદ્રની અંદર પણ સંશોધન અને સફાઈ ઈત્યાદિ કામગીરી કરવામાં આવી
દ્વારકા તા.3: ભારતીય પુરાતત્વ
સર્વેક્ષણ વિભાગના અંડરવોટર આર્કિયોલોજિકલ વિંગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા
નજીક બેટ દ્વારકા ટાપુ પર એક અત્યંત મહત્વપૂર્ણ અંડરવોટર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
છે. આ શોધમાં સમુદ્રના પેટાળમાંથી પ્રાચીન બંદર અને સુનિયોજિત નગરના ચોંકાવનારા પુરાવા
મળી આવ્યા છે. જેમાં ફર્સ્ટ ફેઈઝની મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે.
પુરાતત્ત્વ વિભાગના ડાયરેકટર
જનરલ યદુબીરાસિંહ રાવતે પણ સ્થળ મુલાકાત લઈ મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યુ હતું. દ્વારકા
શહેર અને સમુદ્રની અંદર પણ સંશોધન અને સફાઈ ઈત્યાદિ કામગીરી કરવામાં આવી છે. આ ઉત્ખનનનો
મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકા અને બેટ દ્વારકા યાત્રાધામો સહિત ઓખામંડળના ઐતિહાસિક ક્ષેત્રના
સાંસ્કૃતિક વસાહતની પદ્ધતિ અને દરિયાઈ વેપાર સહિતની પ્રવૃત્તિઓને સમજવાનો છે. બેટ દ્વારકાના
ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજનબધ્ધ પુરાતત્ત્વીય ઉત્ખનન કરવામાં આવ્યું
છે.
બેટ દ્વારકા પ્રાચીન સમયથી દરિયાકાંઠાની
વસાહતો અને દરિયાઈ વેપાર નેટવર્ક માટે જાણીતું છે. સાહિત્યિક પરંપરાઓમાં આ ટાપુનો અંતરદ્વિપ
તરીકે ઉલ્લેખ છે જયારે વિદ્વાનો તેને પ્રાચીન ગ્રીક ગ્રંથ પેરીપ્લસ ઓફ ધ એરીથ્રીયન
સીમાં વર્ણવેલ બારાકા સાથે જોડે છે. આ વિસ્તાર ભૌગોલિક સ્થિતિના કારણે પ્રાચીન સમયમાં
રોમન સામ્રાજય સહિતના દેશો સાથેના વિદેશી દરિયાઈ વેપારનું મોટું કેન્દ્ર રહ્યંy હોય
તેવા પુરાવા પ્રાપ્ત થયા છે.
દ્વારકાના અરબી સમુદ્રમાં પણ
સંશોધન કાર્ય
ગત ડિસેમ્બર માસથી શરૂ કરાયેલ
અન્ડરવોટર સર્વેક્ષણની કામગીરી યાત્રાધામ દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં પણ કરવામાં
આવેલ. જેમાં પણ પુરાતત્ત્વ વિભાગને મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પુરાવાઓ પ્રાપ્ત થયા
છે.