• સોમવાર, 18 મે, 2026

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

પૂર્વ ધારાસભ્ય સ્વ. ગાવિંદભાઈ પરમારના પુત્ર 30,000થી વધુ મતોના જંગી માર્જિનથી જીત્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 4: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાનો ગઢ જાળવી રાખીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. જોકે વિપક્ષ પરાજિત કોંગ્રેસ પક્ષના ઉમેદવારે પોતાની હાર માટે ઇવીએમ સામે સવાલ ઉઠાવ્યા છે. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગાવિંદભાઈ પરમારે શાનદાર પ્રદર્શન કરતા 30,000થી વધુ મતોના જંગી માર્જિનથી વિજય મેળવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય સ્વ. ગાવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી, જેમણે આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે સામે કોંગ્રેસી ઉમેદવાર ભૃગુરાજાસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ EVM (ઈલેક્ટ્રોનિક વાટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ EVMમાં થયેલી ગરબડ હોઈ શકે છે.  નોંધનીય છે કે ગત 23 એપ્રિલે પેટાચૂંટણીમાં માટે મતદાન કરાયું હતું. જેમાં આશરે 59.04 ટકા મતદાન નોંધાયું હતું. તેમાં 6 ઉમેદવારો મેદાન હતા છતા પણ ભાજપના હર્ષદભાઈ ગાવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજાસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ નોંધાયેલા મતદારો માટે તંત્ર દ્વારા 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે આ પેટાચૂંટણીના પરિણામો પર સૌની નજર ટકેલી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક