-રાજકોટ
42.9 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર : ઉપલેટા પંથકમાં એકથી દોઢ ઇંચ માવઠું
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 6: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ડબલ ઋતુ જોવા મળી
રહ છે. એક બાજુ સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ વણજોઇતો વરસાદ વરસી
રહ્યો છે. આજે રાજકોટમાં ગરમીનો પારો 42.9 ડિગ્રીએ પહોંચી ગયો હતો ત્યારે જિલ્લા અમુક
ભાગમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાતો અનુસાર 15 મે
બાદ પ્રિ મોન્સુન એક્ટિવીટી વધવાની શક્યતા છે.
ઉપલેટા
તાલુકાના ખીરસરા, ઘેટીયા ગામે બપોર બાદ સતત બીજા દિવસે પણ એકથી દોઢ ઇંચ કમોસમી વરસાદ
વરસ્યો હતો તેમજ વડાળી ગામે પણ એક ઇંચ તથા અરણી અને ભાયાવદર સહિતના ગામમાં સામાન્ય
વરસાદ પડયો છે.
હવામાન
વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે. તેની સાથે વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉકળાટ અને બફારો હજુ પણ યથાવત રહી શકે છે. આગામી સમયમાં
તાપમાન 40થી 43 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરી છે. જ્યારે 7થી 12 મે સુધી રાજ્યમાં
મોટાભાગે સૂકું હવામાન રહેવાનું અનુમાન છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર 1.5
કિલોમીટરની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને રાજ્યમાં પવન દક્ષિણ-પશ્ચિમથી
પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યો છે. બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ 15 મે બાદ પ્રિ-મોન્સુન
એક્ટિવીટીમાં વધારો થવાની પણ આગાહી
કરી
છે. હવામાન નિષ્ણાતોના અનુસાર, 8 મે સુધી પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી
કરી છે. સાથે એમ પણ જણાવ્યું છે કે રાજ્યમાં 12 મે સુધી ગરમીમાં વધારો થશે. મધ્ય અને
ઉત્તર ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. 15 મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની
સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવઝોડુ સક્રિય થવાની પણ સંભાવનાઓ છે. દરમિયાનમાં ગાંધીનગર
ખાતે મહત્તમ તાપમાન 40, રાજકોટમાં 42.9, અમદાવાદમાં 40.2, વડોદરામાં 40.6, જુનાગઢ
40.2 અને સુરતમાં 36.3 ડિગ્રી નોંધાયું હતું.