• મંગળવાર, 25 જૂન, 2024

પાંચ આઇએએસ અધિકારીની બદલી-વધારાનો ચાર્જ સોંપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 7: ગુજરાતના વહીવટી તંત્રમાં ફરી ધરખમ ફેરફાર કરાયો છે. પાંચ આઇએએસ અધિકારીની બદલી અને વધારોનો હવાલો સોંપાયો છે. આઇએએસ મનિષા ચંદ્રા, કે એમ ભિમજિયાણીની બદલી કરાઈ છે જ્યારે કે રાકેશ તેમજ પી સ્વરૂપ અને વિજય નહેરાને વધારાનો ચાર્જ સોંપાયો છે. મનિષા ચંદ્રાની ગ્રામ વિકાસ કમિશનર તરીકે બદલી કરાઈ છે જ્યારે કૃષિ મંત્રાલયના સેક્રેટરી આઇએએસ કે એમ ભિમજિયાણીની નાણાં મંત્રાલયમાં સેક્રેટરી તરીકે બદલી થઈ છે તેમજ કે રાકેશને અધિક મુખ્ય સચિવ સહકાર અને પશુપાલન વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આઇએએસ પી સ્વરૂપ મહેસૂલ સચિવ (અપિલ)નો વધારાનો ચાર્જ સોંપાયો તેમજ વિજય નહેરાને ધોલેરા પ્રોજેક્ટના સીઇઓની વધારાની જવાબદારી સોંપાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક