• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

ધો. 9થી 12 માટે જ્ઞાનસાધના સ્કોલરશિપ યોજનામાં રપ હજાર સુધીની શિષ્યવૃત્તિ

પરીક્ષા લીધા બાદ 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીને સ્કોલરશિપનો લાભ અપાશે

અમદાવાદ, તા. 7:  ધોરણ 9થી 12 માટે રાજ્ય સરકાર દ્વારા નવી મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષા લીધા બાદ ધોરણ 8 પૂર્ણ કર્યું હશે તેવા 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીને 9થી 12 માટે સ્કોલરશીપનો લાભ મળશે.

તેજસ્વી વિદ્યાર્થી નક્કી કરવા જ્ઞાનસાધના પરીક્ષાનું આયોજન અને કોર્સ રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે. સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળામાં ધો. 1થી 8માં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થી આવકની મર્યાદા ધ્યાને લીધા વિના પરીક્ષા આપી શકશે અથવા આરટીઇ એક્ટની જોગવાઇ મુજબ સ્વનિર્ભર શાળામાં 25 ટકાની મર્યાદામાં ધો.1માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી કે જે ધો.8માં અભ્યાસ કરતા હોય તે ઉત્તીર્ણ થયા હોય અને તેમના વાલીની આવક પરીક્ષા વખતે આરટીઇ માટે નિયત આવક મર્યાદા કરતા વધુ હોય તેવા વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. 

સ્કોલરશીપ પરીક્ષામાં કટઓફ કરતા વધુ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીની યાદી બોર્ડ ગાંધીનગરને આપશે તે પછી મેરીટ લિસ્ટ બહાર પડશે.

અનુ. જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે અને દરેક કેટેગરીમાં 50 ટકા લાભાર્થી કન્યાઓ રહેશે. શાળા નિયામકે નક્કી કરેલી કોઇપણ સરકારી, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા, અનુદાનિત અને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકશે, વિદ્યાર્થી શાળા બદલી શકશે. છેલ્લા પાંચ વર્ષમાંથી 3 વર્ષનું ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ  80 ટકાથી વધુ જરૂરી બનશે. ધો. 9થી 12 સળંગ એક કેમ્પસમાં ચાલતા હોવા જોઇએ.

શાળાઓને યોજનામાં પસંદ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા જરૂરી છૂટછાટ અપાશે. જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ મળતો હશે તો જ્ઞાન સાધનાનો લાભ નહીં મળે. દર ત્રણ વર્ષે વિદ્યાર્થી અને શાળાની નાણાકીય સહાયમાં વધારાની સરકાર વિચારણા કરશે.

કોને, કેટલી સ્કોલરશિપ ?

-           સેલ્ફ ફાયનાન

ઇ-પેપરના નવા શુલ્ક