• શનિવાર, 13 જુલાઈ, 2024

NEET-PGની પરીક્ષા એકાએક મોકૂફ થતા હજ્જારો વિદ્યાર્થીઓ પરેશાન

પરીક્ષા કેન્દ્રએ પહોંચ્યા પછી કસોટી રદ થઈ હોવાની જાણ થતા રોષે ભરાયા

 

અમદાવાદ, તા. 23:  આજે યોજાનારી ગઊઊઝ ઙઋની પરીક્ષા રદ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોચ્યા હતા. રાજ્યમાં મોટાભાગના પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થયાની જાણ થઈ હતી. NEET-PGની પરીક્ષા રાતોરાત રદ થયા બાદ ઉમેદવારો અટવાયા હતા ત્યારે અમદાવાદની એલ જે કોલેજ પર પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા.

પરીક્ષા ત્રીજી વાર ર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે દેશભરના 300 શહેરમાં 1000 થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની હતી, પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે પરીક્ષા રદ કરી દેવાઈ હતી.

એ જ રીતે પાટણમાં પણ મોટાભાગના ઉમેદવારો પરીક્ષા રદ થઈ હોવાની વાતથી અજાણ હતા અને તેઓ પણ પાટણમાં વહેલી સવારે રાધે ફોર્ચ્યુન શાપિંગ સેન્ટરમાં પરીક્ષા આપવા પહોંચ્યા હતા. જ્યાં ઓમટેક સોલ્યુશન નામના સેન્ટર પર પહોંચ્યા પછી વહેલી સવારે અધિકારીઓ કે સિક્યોરિટી સ્ટાફ હાજર ન હોવાથી પરીક્ષાર્થીઓ ચોંકી  ગયા હતા. જોકે અહીં કોઈ નોટિસ બોર્ડ ઉપર કોઈ સૂચના કે અહીં જવાબ આપનાર કોઈ અધિકારી કે સિક્યુરિટી હાજર ન હોઇ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક