• શનિવાર, 13 જુલાઈ, 2024

ચલાલા નજીક ટ્રેનના લોકો પાયલટે સતર્કતા દાખવી બે સિંહોને બચાવ્યા

સિંહોને રેલવે ટ્રેક ઓળંગતા જોઈ તાત્કાલિક ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવી અટકાવી દીધી

 

 ભાવનગર તા.23:  પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો તથા અન્યવન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ  માશૂક અહમદના જણાવ્યા મુજબ, તા.22ના જૂનાગઢ-અમરેલી મીટરગેજ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે ચલાલા-ધારી સેક્શન વચ્ચે બે સિંહોને રેલ્વે ટ્રેક ઓળંગતા જોયા ત્યારે તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી દીધી હતી. જેના કારણે બંને સિંહોના જીવ બચી ગયા હતા. સિંહોએ પાટા ઓળંગ્યા બાદ ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી. આ માહિતી લોકો પાયલટે ટ્રેન મેનેજર અને ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી. માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવિસ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર  હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલટ  રમેશ પી. ના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક