જામનગર,
તા.13: જામનગરના અલીયાબાડા નજીક થયેલા ત્રિપલ અકસ્માતમાં સ્કૂટર પર પૌત્રને લઇ જઇ રહેલા
દાદાનું મૃત્યુ થયું હતું. જ્યારે પૌત્રને ઇજા પહોંચી હતી, પુરઝડપે દોડતી કારે કરેલા
આ અકસ્માત બાદ ચાલક ફરાર
થયો
હતો.
જામનગરના
અલીયાબાડા ગામે રહેતા અશોકભાઇ ગરોધરા નામના પ્રજાપતિ કુંભાર પ્રૌઢ પોતાનું સ્કૂટર લઇને
ચાર વર્ષના પૌત્ર પર્વને પાછળ બેસાડીને જઇ રહ્યા હતા. તે દરમિયાન કારના ચાલકે સ્કૂટરને
ઠોકરે ચડાવ્યું હતું. ત્યાર બાદ અન્ય કારને પણ ઠોકરે ચડાવી હતી. ત્યાર બાદ અકસ્માત
સર્જનાર કારચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં સ્કૂટરના ચાલક અશોકભાઇ ગરોધરાને ગંભીર
ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું
હતું. જ્યારે તેના પૌત્ર પર્વ (ઉ.વ.4)ને મોઢાના ભાગે ઇજા થઇ હતી. આ ઉપરાંત અન્ય કારમાં
બેઠેલા નિલમબેન પરમારને ઇજા થઇ હતી અને તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા
છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક અશોકભાઇના પુત્રની ફરિયાદ મુજબ પોલીસે કાર્યવાહી હાથ
ધરી
છે.