કિશોરી
ઉંડા પાણીમાં ગરકાવ થતા ચાર લોકો નદીમાં પડયા હતા
અમદાવાદ,
તા.14: દશામાનું વ્રત પૂર્ણ થતા હવે લોકો દશામાની મૂર્તિ પધરાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં
ત્રણના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના સેક્ટર
30માં સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા
ત્યારે એક બાર વર્ષની કિશોરી ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા માટે ચાર લોકો
નદીમાં પડયા હતા. જો કે ઉંડા પાણીમાં ગરકાવ થતા એક બાદ એક ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.
જ્યારે બે લોકોને સ્થાનિકોએ બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ગાંધીનગર
ઉપરાંત બનાસકાંઠા પણ બે સગા ભાઈઓના ડૂબી જવાથી મૃત્યુ થયા છે.
પોલીસ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગાંધીનગર સેક્ટર 30માં સાબરમતી નદીમાં અમદાવાદથી
ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે આવેલ એક પરિવારની 1ર વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી
ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદી પડયા
હતા અને શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ
ઉંડા પાણીમાં ગરકાવ થતા મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી
લીધા હતા. આ બનાવની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન
હાથ ધરીને અજય વણઝારા અમરાઈવાડી ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી
હતી. બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસનો દોર ચલાવી રહી છે.