કાંધલ
જાડેજાએ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી, પાલિકાના પૂર્વ સત્તાધીશો અને સુધરાઈ સભ્યો પાસેથી
પૈસા વસૂલવાની માગ કરતા ચકચાર
પોરબંદર,
તા.14: પોરબંદર નજીકની કુતિયાણા નગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ
સાથે ધારાસભ્યે હાઇ કોર્ટમાં પીઆઇએલ કરતા ચકચાર જાગી છે.
કુતિયાણાના
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ હાઇ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી છે જે અંગે તેમણે માહિતી આપતા
આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, કુતિયાણા નગરપાલિકાના છેલ્લાં 25 વર્ષના ભ્રષ્ટાચાર
બાબતે હાઇ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરેલી છે. કુતિયાણા નગરપાલિકાના 25 વર્ષથી સત્તાધીશો
કોંગ્રેસની સરકાર હોય તો કોંગ્રેસ, કોંગ્રેસ સાથે અને ભાજપની સરકાર હોય તો ભાજપ સાથે
મીલીભગત કરી કુતિયાણાનો વિકાસ રુંધી નાખેલો છે અને સત્તાધીશો દ્વારા પોતાનો જ વિકાસ
થયો છે. ભ્રષ્ટાચારની વસૂલાત સત્તાધીશો અને સુધરાઇ સભ્ય કરવામાં આવે તેવી માગ છે.