જામનગર,
તા.14: લાલપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પીપળી ગામ નજીક
સસોઇ ડેમના રસ્તા પર બાવળની ઝાડીઓમાં છોટાહાથી ગાડીમાં દારૂનો જથ્થો છે અને તેનું કટિંગ
થવાનું છે. જેથી દરોડા પાડી પોલીસે તેની તલાશી લેતા ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની
1224 બોટલ તેમજ 72 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે
દારૂ અને વાહન મળી કુલ રૂ.6.27 લાખની મતા કબજે કરી અજાણ્યા વાચન ચાલક -માલિક વિરૂધ્ધ
ગુનો નોંધી દારૂ મગાવનાર અને સપ્લાયર કરનારની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.