- પાર્કિંગ બાબતે કોન્ટ્રાક્ટર પાસે માગી હતી
રૂા.
11 લાખની લાંચ : એસીબીની કાર્યવાહી
સુરત,
તા.3: સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટાઈ આવેલી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર
વિપુલ સુહાગિયાએ લાંચ માગતા એસીબીની ટ્રેપમાં ફસાયા છે. એસીબીએ તેની ધરપકડ કરી છે.
સુરતમાં
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. પૂણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે
પૈસાની માગણી કરવાના આરોપ હેઠળ એસીબીમાં ફરિયાદ થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આપ
પાર્ટીના કોર્પોરેટર સામે સુરત મનપા હસ્તગતના પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા
માગ્યા હોવાનો આરોપ થતા મોડી રાતે તેમની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત
માહિતી મુજબ આપ પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહગિયા વિરુદ્ધ આરોપ છે કે, થોડા સમય પહેલા
પૂણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે આપ કોર્પોરેટર દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હતી.
સુરત શહેરમાં મનપા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે. ગત 6 માર્ચ, 2024ના રોજ મગોબ ટીપી
સ્કીમ નંબર-53માં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગિયા રાઉન્ડ મારવા માટે આવ્યા
હતા. પાર્કિંગનાં જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય અને ત્યાંના
લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેની ફોટો ખેંચી લીધો હતો. તેઓએ ગેરકાયદેસર
દબાણની તકરાર ઊભી કરી. ત્યારબાદ તેઓ 11 લાખ રૂપિયામાં મામલો પતાવવાની કરવાની વાત કરી.
કોન્ટ્રાક્ટર
દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી. અધિકારીની મધ્યસ્થતા બાદ 10 લાખ નક્કી કરાયા
હતા પેમેન્ટ પાંચ દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન એસીબીમાં
ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે એસીબીએ વિપુલ સુહાગીયાની
ધરપકડ કરી હતી.