• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

તાલાલાનાં ચિત્રાવડમાં ઢોર ચરાવવા મુદ્દે અથડામણ : પાંચ ઈજાગ્રસ્ત

બોલાચાલી ઉગ્ર થતાં છરીથી હુમલો

તાલાલા ગીર, તા.4: તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામે ઢોર ચરાવવા બાબતે મારામારી થતાં ચારને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને પ્રથમ તાલાલા હોસ્પિટલે લાવ્યા બાદ વધુ સારવાર માટે વેરાવળ પ્રાઇવેટ હોસ્પિટલમાં રીફર કર્યા છે. સામા પક્ષે પણ યુવાનને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે વેરાવળ રીફર કર્યા છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે ચિત્રાવડ ગામની સીમમાં સોસાયટી વિસ્તાર પાસે આવેલી સરકારી જમીનમાં ગામના ચાર પશુપાલક ઢોર ચરાવવા ગયા હતા. આ સમયે ઢોર ચરાવવા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રાજુભાઈ રાણાભાઈ વાઢેર (ઉં.32), અશ્વિનભાઈ નારણભાઈ વાઢેર (ઉં.34), મૂળાભાઈ નારણભાઈ વાળા (ઉં.58), મેરૂભાઈ રાણાભાઈ વાઢેર (ઉં.40)(રહે.બધા ચિત્રાવડ ગીર)ને છરીના ઘા વાગતા તેમને તાલાલા હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વેરાવળ પ્રાઇવેટ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. સામાપક્ષે હમીરભાઈ દોસ્તમામદભાઈ મકવાણા (ઉં.18)ને પણ મારામારીમાં ગંભીર ઈજા થતા પ્રથમ તાલાલા ત્યારબાદ વેરાવળ રીફર કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક