• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ચીભડા ગામે જાહેરમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપાઈ : 10 મહિલા સહિત 14 ઝડપાયા તરધડી - કડુકામાં 11 શખસ પકડાયા

રાજકોટ, તા.ર9 : લોધિકાનાં ચીભડા ગામે  બાપા સીતારામની મઢુલીવાળી શેરીમાં હોકળાવાળી શેરીમાં આવેલ મહિપત કોળીનાં મકાન પાસે જાહેરમાં જુગાર ક્લબ ધમધમતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા ભરત મગન વાઘેલા, રાજેશ ગોરબ વાઘેલા, જયસુખ દેવા રાઠોડ, જોશનાબેન મહિપત વાઘેલા, વર્ષાબેન કિશોર જંજવાડિયા, વિજયાબેન વાલેરા ગોગરા, સીમાબેન ઉર્ફે આશાબેન રાજુ જળુ, હકુબેન અનિલ પરમાર, મીરાબેન જયસુખ રાઠોડ, હંસાબેન બાબુ જરમરિયા, લીલાબેન કેશુ નંદાસિયા, ગુલાબબેન ચકુ જરમરિયા, રંજનબેન સુરેશ સોનારા અને લીલાબેન લાલજી  સોનારાને ઝડપી લઈ રૂ.3ર,પ00ની રોકડ કબજે કરી હતી.

તેમજ કડુકા ગામે રહેતો દેવરાજ ઉર્ફે પટેલ મેસુરભાઈ હેરભા નામનો આધેડ સહિતના શખસો તેનાં ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને દેવરાજ ઉર્ફે પટેલ મેસુર હેરભા, વાલા મેરામ કુવાડિયા, વિરભાનુ ભગવાન ડાંગર, હમીર કરશન હુબલ, રાયધન સોમા બેરાણી, રણધીર લાભુ હેરભા અને વિજય કાના હેરભાને રૂ.10,8પ0 રોકડ સાથે ઝડપી લીધા હતા.

તદ્ઉપરાંત તરઘડી ગામે જાહેરમાં જુગાર રમતા ભરત ચમન પરમાર, બટુક દયારામ ગોંડલિયા, હાર્દિક મનસુખ સવાસડિયા અને કુણાલ કનૈયાલાલ અગ્રાવતને ઝડપી લઈ રૂ.10,1પ0ની રોકડ કબજે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક