• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ભીલોડામાં શિક્ષકના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાત 500થી વધુ વિદ્યાથીઓનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું

મોડાસા, તા.30 : ભીલોડાના માંકરોડા ગામે શ્રી આશાપુરા સોસાયટીમાં રહેતો અને ભીલોડાની પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ-1રમાં અભ્યાસ કરતો દીપકસિંહ જગદીશસિંહ ગુનાવત નામનો વિદ્યાર્થી લાપતા બની જતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગુમ થયેલા દીપકસિંહની જૂના ભવનાથ ઈન્દ્રાસી જલાગારમાંથી લાશ મળી આવી હતી. આ બનાવના પગલે મૃતકના પરિવારજનો તેમજ વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કે.ડી.ભુધરા નામના શિક્ષકના ત્રાસ અને હેરાનગતિથી કંટાળી જઈ સગીર વિદ્યાર્થી દીપકસિંહે આપઘાત કરી લીધો હતો.

આ  અંગે શિક્ષક સામે ગુનો નોંધવા માટેથી પ00થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોલીસ મથકે ઘેરાવ કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક