• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ફ્લાઈટમાં દુર્વ્યવહાર કરવા બદલ મહિલાને ઉતારી દેવામાં આવી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સુરતથી બેંગ્લોર જઈ રહી હતી

સુરત, તા.30: એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં દુર્વ્યવહાર કરવા બદલ એક મહિલાને ફ્લાઈટમાંથી બળજબરીથી ખેંચી લેવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સુરતથી બેંગ્લોર જઈ રહેલી આ ફ્લાઈટ એર ઈન્ડિયા એક્સપ્રેસની હતી. અંદાજે ર4 સેકન્ડના વીડિયોમાં બે સુરક્ષાકર્મીઓ મહિલાને ખેંચીને લઈ જતા જોઈ શકાય છે. જ્યારે ક્રૂ મેમ્બરોએ પેસેન્જરને ધક્કો મારવા અને દુર્વ્યવહાર કરવાનો વિરોધ કર્યો તો મહિલાએ હંગામો મચાવ્યો. તેથી, ક્રૂ મેમ્બરોએ સુરક્ષા કર્મચારીઓને બોલાવ્યા અને મહિલાને ફ્લાઈટમાંથી ઉતારી આ પછી ફ્લાઈટ બેંગલુરૂ માટે રવાના થઈ. જો કે આ દાવાની પુષ્ટિ કરતું નથી.

બીજી તરફ પ્લેનમાંથી ઉતર્યા બાદ પર સુરક્ષાકર્મીઓ તેને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

ફ્લાઈટની અંદર પણ મહિલા ગાળો અને ધક્કો મારતી રહી. તેણે એટલો હંગામો મચાવ્યો કે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો. જેના કારણે કેટલાક મુસાફરો ગુસ્સે થયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક