• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

આંબલા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના મૃત્યુ

ભાવનગર, તા.1: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે તળાવમાં નાહવા પડેલા એક બાળક, એક બાળકીનું અકસ્માતે ડુબી જતા મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આંબલા ગામે રહેતા રોહિત મુકેશભાઈ વાઘેલા (ઉ.5) તથા દિવ્યા દિનેશભાઈ વાઘેલા (ઉ.6) ગામના તળાવમાં નાહવા પડતા ડુબી જતા બંનેના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. દેવીપુજક સમાજના બાળકોના મૃત્યુથી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક