ખંભાળિયા, તા.1: ખંભાળિયાના શક્તિનગર
બંગલાવાડીમાંથી બાળકનું અપહરણ થયું હતું. જેની ગણતરીની કલાકોમાં જ પોલીસે અપહૃત બાળકને
છોડવાવી બાળકના પોલીસ કર્મચારી પિતા સહિત 7 ઈસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ
ધરી છે. વિગતો મુજબ શક્તિનગર બંગલાવાડી વિસ્તારમાં રહેતા જયદીપસિંહ કનકસિંહ પરમાર પોતાના
7 વર્ષના ભાણેજને બાઇક પર બેસાડી જતા હતા ત્યારે બાળકના પિતા જયદત્તસિંહ સતુભા વાઘેલા
સહિત બે અજાણ્યા ઈસમે તેમને રોકીને બાળકનું કારમાં અપહરણ કર્યું હતું. જેની જાણ પોલીસને
કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા ત્યારબાદ ઉપલેટા તરફ જતી આ કારને રોકવામાં
આવી હતી. જેમાંથી પાંચ આરોપી મળી આવ્યા હતા. જેની પૂછપરછ કરતાં બાળકને અન્ય બે ઈસમ
અન્ય કારમાં અમદાવાદ તરફ લઈ ગયા હોવાનું ખૂલ્યું હતું. જેથી સ્થાનિક પોલીસે વીંછિયા
પોલીસ સાથે સંપર્ક કરી આરોપીઓને ઝડપી લઈ બાળકને મુક્ત કરાવ્યું હતું. આ પ્રકારણમાં
પોલીસે જયદત્તસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, પ્રવીણસિંહ વાઘેલા, અજય ધીરૂ વૈષ્ણવ,
વેદાંગ કમલેશ ઠાકર, યશપાલસિંહ પ્રતાપસિંહ સોલંકી, હરેશ જહા ભુવા તથા બિપિન મેરા મકવાણાની
ધરપકડ કરી હતી.