• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મોરબીના લીલાપર રોડ પર કારમાં આગ, યુવાન ભડથું

આગ લાગતા યુવાને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પણ સેન્ટ્રલ લોક હોવાથી શક્ય ન બન્યું

મોરબી, તા.1: મોરબીના લીલાપર રોડ ઉપર કારમાં અચાનક આગ લાગતા આ આગમાં સંપડાઈ ગયેલા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. કારનું હોર્ન ચોંટી જતા સતત હોર્ન ચાલુ રહેવાની સાથે કાર સેન્ટ્રલ લોક થઈ જવાથી આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.

મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામની નજીક જ મંગળવારે બપોરના સમયે કારમાં આગ લાગી હતી. કાર સેન્ટ્રલ લોક થઈ થતા કારમાં બેઠેલા અજયભાઈ નાનજીભાઈ ગોપાણી (ઉં.39)નામના યુવાન કારમાંથી બહાર ન નીકળી શકતા આગમાં જીવતા ભડથું થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ તત્કાલ બનાવ સ્થળે દોડી આવી કાર ઉપર ફોમ અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. નોંધનીય છે કે, કારમાં આગ બુઝાવી તે સમયે પણ કારનું હોર્ન સતત વાગતું રહ્યું હતું.

આ ઘટનામાં મૃતક અજયભાઈ નાનજીભાઈ ગોપાણીએ કારમાંથી બહાર નીકળવા પ્રયાસો કર્યા હતા પરંતુ કાર સેન્ટ્રલ લોક થઈ ગઈ હોવાથી તેઓ બહાર નીકળી શક્યા ન હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. કારમાં લાગેલી આગ બુઝાવ્યા બાદ કારની પાછળની સીટમાંથી પડેલા થેલામાંથી રહેલા એક પિસ્તોલ, રોકડ રકમ, ર ઘડિયાળ, મોબાઇલ, સોનાની વીંટી અને ચેન સહિતની નાની-મોટી કિંમતી ચીજવસ્તુઓ પોલીસની હાજરીમાં મૃતકના પિતરાઈ ભાઈને સોંપવામાં આવી હતી. પોલીસે બનાવની નેંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક