• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

રાજકોટમાં દિવાળીના તહેવારોમાં આગ લાગ્યાની 40 થી વધુ ઘટના

કચરાના ઢગલા અને વંડાઓમાં ફટાકડાઓના તણખાથી આગ લાગતાં ફાયરબ્રિગેડ સતત દોડતું રહ્યું : રેસકોર્સ પાર્કમાં ફ્લેટ નં.34ની બાલ્કની તેમજ નવાગામમાં શ્રીજી એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં આગ ભભૂકી

 

 

રાજકોટ તા.1 : રંગીલું રાજકોટ દર વર્ષે દિવાળીના તહેવારોની રંગેચંગે ઉજવણી કરે છે ત્યારે રોકેટ તેમજ ફટાકડાના તણખાથી આગ લાગવાના નાના-મોટા બનાવો બનતા રહે છે. ગત તા.29થી તા.1 ઓક્ટોબર સુધીમાં આવા 40 જેટલા ‘કોલ’ને પગલે ફાયર વિભાગ સતત દોડતું રહ્યું છે.

ફાયર કંટ્રોલરૂમ દ્વારા જાહેર યાદી અનુસાર રણુજા મંદિર પાસે, કોઠારિયા મેઈન રોડ ઉપર સુતા હનુમાનવાળી શેરીમાં, જિલ્લા ગાર્ડન પાસે ખડપીઠવાળી શેરીમાં, સંત કબીર રોડ ઉપર મેહુલ પ્રિન્ટીંગની બાજુના વંડામાં, રૈયા રોડ ઉપર સુભાષનગર તેમજ ઢેબર રોડ ઉપર આહિર ચોક, મિલપરા મેઈન રોડ ઉપર, જોકર ગાંઠિયાવાળી શેરીમાં, સાધુવાસવાણી રોડ ઉપર રૈયા ગામ પાસે ખુલ્લા પ્લોટમાં, 40 ફૂટ રોડ ઉપર આહિર ચોકમાં બાબા પાનવાળી શેરીમાં, વિદ્યાનગર મેઈન રોડ ઉપર જસાણી સ્કૂલની બાજુમાં, ગોકુલધામ મેઈન રોડ ઉપર વિજય હોટલવાળી શેરીમાં આગ લાગવા પામી હતી.

આ ઉપરાંત ઢેબર રોડ ઉપર મધુરમ હોસ્પિટલની બાજુમાં, રેલનગર ફાયર સ્ટેશન પાસે વંડામાં, ગોડલ રોડ બ્રિજ નીચે વેદવાડી-4 પાસે કચરાના ઢગલામાં, યુનિ.રોડ ઉપર નંદગામ નૌવા સ્કૂલ પાસે, હનુમાન મઢી પાસે વંડામાં, કાંતા ત્રી વિકાસ ગૃહ રોડ નજીક, શ્યામ એપાર્ટમેન્ટની બાજુમાં, રેલનગર વિસ્તાર કાજિં રોડ વંડામાં, ગૌતમનગર શેરી નં.6, નવજીવન સ્કૂલ પાસે, દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર ઝુડીયો શો રૂમ પાસે, યુનિ.રોડ ઉપર આર્યેવેદિક હોસ્પિટલ પાસે, ભૂતખાના ચોકમાં ખુલ્લા પ્લોટમાં તેમજ કરણપરા શેરી નં.22માં ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે

બુઝાવી હતી.

રહેણાંક વિસ્તારોમાં આગ લાગવાની સાત ઘટના ઘટી હતી જેમાં રેસકોર્સ પાર્ક ફ્લેટ નં.34ની બાલ્કનીમાં આગ લાગી હતી. ગાંધીગ્રામમાં એસ.કે.ચોક પાસે મકાન અને સ્કૂટરમાં આગ લાગી હતી. નવગામમાં સમજુપાર્ક સામે મકાનમાં પડેલા સામાનમાં આગ લાગી હતી. રાજનગર ચોક તરફના રસ્તે ગોલ્ડન સુપર માર્કેટની સામે અગાશીમાં આગ લાગી હતી. નવાગામમાં કેશુભાઈ વાડી વિસ્તારમાં આવેલા શ્રીજી એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનના ઉપરના માળે માલસામાન અને એસીમાં લાગી હતી. કુવાડવા રોડ ક્છિરસ્ટલ હોટલ પાછળ રણછોડનગર-10માં એમ.કે.સિલ્વર નામના કારખાનામાં તેમજ રૈયાધાર ઈન્દિરાનગર રાણીમાં રૂડીમાં ચોકમાં આગ લાગતા પાણીનો મારો ચલાવીને બુઝાવવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક