સાવરકુંડલા, તા.ર9 : સાવરકુંડલામાં
ભાજપ આગેવાનો અને વેપારી સહિત ત્રણ વ્યકિત પર વિધર્મી શખસોના ટોળાએ હુમલો કરતા ઈજા
થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ બનાવના પગલે ગામ સજજડ બંધ રહ્યંy હતું અને વિરોધ
વ્યકત કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે સગીર સહિત ચાર શખસોને ઝડપી લીધા હતા અને
ત્રણ હુમલાખોરોને બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. પોલીસે અન્ય
એક ફરાર શખસની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, લોહાણા
મહાજવાડીના પાર્કીંગનું કામ ચાલતું હતું. ત્યારે કોઈ શખસોએ રસ્તામાં કેબીન મુકી દઈ
કામ અટકાવી દેતા મામલો વણસ્યો હતો અને બાદમાં એકઠા થયેલા ટોળાએ ભાજપ મહામંત્રી રાજેશ
નાગ્રેચા, વેપારી જગદીશ માધવાણી, આગેવાન તેજસ રાઠોડ પર હુમલો કરતા ઈજા થવાથી ત્રણેયને
હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો તેમજ આગેવાનો દોડી ગયા
હતા અને પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ અંગે પોલીસે પાંચ શખસ સામે ગુનો નોંધ્યો હતો અને
રહીમ ગોરી, ઈબ્રાહીમ ગોરી, સાબુદીન ગોરી અને એક સગીરને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય
શખસને પોલીસ બંદોબસ્ત સાથે બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું તેમજ
અન્ય એક ફરાર અજાણ્યા શખસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા તેમજ હથિયાર સંદર્ભે
પણ તપાસ હાથ ધરી હતી.