• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરી પર દરોડા, રૂ.70 લાખનો મુદ્દામાલ કબજે માધવપુર, વિસાવાડા અને રાતડીમાં ખાણખનીજ વિભાગની ટીમ ત્રાટકી

પોરબંદર, તા.10: પોરબંદર જિલ્લામાં થતી ખનીજ ચોરી પર ખાણખનીજ ખાતાની ટીમ ત્રાટકી હતી. વિસાવાડા, રાતડી અને માધવપુરમાં ખનીજ ચોરી અંગેના દરોડા દરમિયાન રૂ.73 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

વિસાવાડા ગામે દેવજી મશરી મારૂના ટ્રકમાંથી 11 મે. ટન બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજ મળતા રૂ.7 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. રાતડીમાં રમેશ વીરા મોરીના ટ્રકમાંથી પણ લાઈમસ્ટોન ખનીજ મળ્યું હતું. જેની અંદાજીત કિંમત રૂ.10 લાખ આંકવામાં આવી છે. રમણ કારા સુંદાવદરાના ટ્રકમાંથી 12 મે.ટન બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનિજ પકડાયું હતું. જ્યારે રાજેશ કરશન માણેકના ટ્રકમાંથી 8.51 ટન લાઈમસ્ટોન ખનીજ મળ્યું હતું. ઉપરાંત ઘેલુ હિરા ચમડિયાના ટ્રકમાંથી 10 મે. ટન ખનીજ મળી આવ્યું હતું. બીજી તરફ દરોડા દરમિયાન કાંધા કારા કડછા, પરેઈં અરજણ કરગથિયા, વિજય દેવશી ડાકીના, લીલા અરજણ ભરડાના વાહનોમાંથી બિલ્ડિંગ લાઈમ સ્ટોન ખનીજ પકડાયું હતું. જેથી કાર્યવાહી દરમિયાન 73 લાખના વાહનો અને ખનીજ ચોરીનો માલ કબજે કરાયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક