• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

સુરતમાં પતંગ ચગાવતી વખતે વીજ શોક લાગતા બાળકનું મૃત્યુ

સુરત, તા.10: સચિન જીઆઇડીસીમાં આવેલા ક્રિષ્નાનગરમાં રહેતો પીન્ટુ ચૌધરીનો દીકરો પ્રિન્સ (ઉ.વ.13) ગત રોજ સ્કૂલેથી આવ્યા બાદ ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. પ્રિન્સ પતંગ ચગાવી રહ્યો હતો તે વેળાએ મકાન બહારથી જતી 18000 વોટના હાઇટેન્શન લાઇનમાં પતંગની દોરી ફસાતા પ્રિન્સ દોરી કાઢવા જતા તેને વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી પ્રિન્સને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ પ્રિન્સનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક