• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

શકત શનાળા ગામે પરિવાર પર સાત શખસનો ખૂની હુમલો : કારમાં તોડફોડ

-માથાકૂટનો મામલો બીચક્યો : બન્ને પક્ષની ફરિયાદ નોંધી

મોરબી, તા.રર : શકત શનાળા ગામે શક્તિ પ્લોટમાં રહેતા મહિપત અમરસીભાઈ સનારિયા નામના યુવાનના ભત્રીજા શરદ સાથે ગત તા.18ના નૈતિક વાઘેલાને માથાકૂટ થઈ હતી. તે બાબતે સમાધાન કરવા માટે મહિપત સનારિયા વાતચીત કરવા ગયો હતો ત્યારે મહિપત તથા તેની પત્ની દિવ્યા, પુત્ર સત્યેશ, ભાભી રેખાબેન અને કૌટુંબિકભાઈ મિલન પર ધોકા, પાઇપ અને ટોમીથી હુમલો કરતાં બાળક સત્યેશને ગંભીર ઈજા પહોંચી હતી અને હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ઈજાગ્રસ્તોને મહિપતના બનેવી અશ્વિન પરમારની કારમાં હોસ્પિટલમાં લઈ જતા હતા ત્યારે કાર આંતરી હુમલાખોરોએ કારમાં તોડફોડ કરી રૂ.રપ હજારનું નુકસાન કર્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં સામાન્ય માથાકૂટના સમાધાનની વાતચીતમાં મામલો બીચક્યો હતો. પોલીસે મહિપત સનારિયાની ફરિયાદ પરથી નૈતિક વિનોદ વાઘેલા, વિનોદ અમરસી વાઘેલા, કાના નથુ વાઘેલા, કિશોર નથુ વાઘેલા, દિનેશ અમરસી વાઘેલા, નથુ વાઘેલા અને પ્રવીણ નથુ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

જ્યારે સામાપક્ષે હિતેષ મહેશ વાઘેલાની ફરિયાદ પરથી રસિક કેશુ સનારિયા, રસિકનો ભાઈ, મહિપત અમરસી, હરેશ ગોવિંદ અને વિજય ગોવિંદ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક