-રૂ.6
લાખની રોકડ, 86 એટીએમ અને 23 ચેકબૂક સહિતનો મુદ્દામાલ કબજે
બોટાદ,
તા.22: લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરતા બે ઇસમને બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે દબોચી
રૂ.6 લાખની રોકડ 86 એટીએમ અને 23 ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બોટાદના
હરણકુઇ વિસ્તારમાં રહેતા ઝુબેર સિકંદરભાઇ રોલક અને વઢવાણ રહેતા આર્યન આરફ પાધરશી સાથે
ઓનલાઇન ઠગાઇ થઇ હતી. જે અંગે બોટાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઇ હતી. દરમિયાન પોલીસે
આ પ્રકારણમાં અમદાવાદના માનારામ ભાખરારામ બિશ્નોઇ અને વિકાસ દિનેશ બિશ્નોઇની ધરપકડ
કરી હતી.
પોલીસને
બન્ને ઇસમ પાસેથી રૂ.6.40 લાખ રોકડ તથા અલગ અલગ બેંકોના 86 એટીએમ, 23 ચેકબુક, 5 પાસબુક
અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યા હતા. આ ઇસમોએ અન્ય કેટલા લોકો સાથે ઓનલાઇન
છેતરપિંડી આચરી છે તે દિશામાં તપાસ થઇ છે. દરમિયાન એક આરોપીની તબીયત લથડતા સારવાર અર્થે
હોસ્પિટલે ખસેડયો છે.