• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

સુથારીકામ કરતા યુવકને GSTએ ફટકારી 1.96 કરોડની નોટિસ પાટણનાં દુદખા ગામના યુવકનાં નામે 11 બોગસ કંપનીમાં કરોડોનું ટર્નઓવર થતું હોવાનો ઘટસ્ફોટ

યુવકે સાયબર ક્રાઇમ અને ગૃહમંત્રીને પત્ર લખી યોગ્ય કાર્યવાહીની માગ કરી

અમદાવાદ, તા.23 : પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામમાં સુથારીકામ કરતા યુવકને ઋજઝ વિભાગે રૂા. 1.96 કરોડની નોટિસ ફટકારી છે. નોટિસમાં યુવકનાં નામે અલગ અલગ રાજ્યોમાં 11થી વધુ કંપનીઓ ચાલતી હોવાનો અને તેમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેનાં કારણે સામાન્ય પરિવારનો યુવક વિમાસણમાં મુકાયો છે. યુવકે વકીલની સલાહ લઈ સાયબર ક્રાઈમ અને ગૃહમંત્રીને પત્ર લખી યોગ્ય કાર્યવાહીની માગ કરી છે.

દુદખા ગામમાં સામાન્ય પરિવારમાં રહેતા સુનિલ સથવારાને કર્ણાટકના બેંગાલુરુ ઋજઝ વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળી છે. નોટિસમાં જણાવાયુ છે કે સુનિલ સથવારાનાં નામે અલગ અલગ રાજ્યોમાં 11થી વધુ કંપનીઓ ચલાવવામાં આવી રહી છે. આ કંપનીઓમાં કરોડોનું ટર્નઓવર થયું છે. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરાપિંડી કરાઈ હોવાની શક્યતા છે.

છેતરાપિંડીનો ભોગ બનનાર યુવક અને તેના પરિવારજનોએ તપાસ કરતા જાણવા મળ્યું છે કે કોઈ અજાણ્યા શખસે યુવકનાં નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી પાનકાર્ડ બનાવીને છેતરાપિંડી કરી છે. નોટિસ મળ્યા બાદ સુનિલ સથવારા તેના કુટુંબીજનોએ પાટણ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. આ ઉપરાંત ગૃહમંત્રી અને સાયબર ક્રાઇમને પત્ર લખી જાણ કરી છે. આ પત્રમાં યુવકે છેતરાપિંડીને રોકવા તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી છે.

સુનિલ સથવારાના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં સુથારી કામ કરીને ગુજરાન ચલાવું છું. મારાં ગામમાં ટપાલ દ્વારા બેંગાલુરુથી જીએસટી વિભાગની નોટિસ આવી છે. નોટિસમાં 1.96 કરોડનો ટેક્સ ભરવાનું જણાવ્યું છે. મારાં નામે અલગ અલગ રાજ્યોમાં 11 પેઢીઓ ચાલુ છે. અમે વકીલની સલાહ લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. ભોગ બનનાર યુવકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, સુનિલ અમદાવાદમાં સુથારી કામ કરીને ગુજરાન ચલાવે છે. અમે ગરીબ પરિવારના છીએ. આટલા રૂપિયા આજ દિવસ સુધી અમે જોયા નથી. અમે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ. સુનિલના કાગળોનો દુરુપયોગ કરીને કોઈએ છેતરાપિંડી કરી છે. અમને કોઈ તકલીફ ના પડે એટલે અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. તેઓએ અમને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025