વેરાવળ, તા.ર3 : વેરાવળમાં લવ
જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને યુવતીને હિન્દુ નામ
ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર શખસ વિધર્મી હોવાનું ખૂલતા મામલો પોલીસમાં
પહોંચ્યો હતો. આ બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદ પરથી વિધર્મી શખસ વિરુદ્ધ પોક્સો
સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને અમદાવાદથી એલસીબીના સ્ટાફે ઝડપી લીધો હતો અને
વેરાવળ આવવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં હોટલ ખાતે ઉભા રહ્યા હતા ત્યારે વિધર્મી
શખસે બાથરૂમમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું
સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, વેરાવળમાં
રહેતી અને બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતીએ વેરાવળના ડારીમાં રહેતા અમ્માર ઉર્ફે અમર
હાજી જીકાણી ઉર્ફે ધવલ પરમાર નામના વિધર્મી શખસ વિરુદ્ધ પ્રેમજાળમાં ફસાવી હોટલોમાં
લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરી મારકૂટ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવતા
પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી
તપાસમાં વેરાવળમાં રહેતી યુવતી જિમમાં જતી હતી ત્યારે એક શખસ પીછો કરતો હોય અને બાદમાં યુવતીના મોબાઇલ
નંબર મેળવી ફોન કરી પોતે ડારીના વણકર વાસમાં રહેતો ધવલ પરમાર હોવાનું જણાવ્યું હતું
અને યુવતીને પ્રેમ કરતો હોય તું હા નહીં પાડે તો હું મરી જઈશ તેવું જણાવ્યું હતું અને
બાદમાં યુવતીને વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં બન્ને વચ્ચે ફોનમાં વાતચીત
થતી હતી અને જિમમાં જતાં સમયે મુલાકાત પણ થતી હતી. થોડાસમય બાદ ધવલ પરમારે વેરાવળની
હોટલ ડિવાઇનમાં લગ્ન બાબતની વાત કરવા બોલાવી હતી અને બાદમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
હતું.
ત્યારબાદ યુવતી અમદાવાદ ગઈ હતી
ત્યારે ત્યાં ધવલ પરમાર આવ્યો હતો અને અમદાવાદની બે હોટલમાં લગ્નની વાતચિત કરવાના બહાને
બોલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું અને ત્રીજા દિવસે તેના પિતાની તબિયત ખરાબ હોવાનું
જણાવી બન્ને સાથે ખાનગી ટ્રાવેલ્સમાં વેરાવળ આવ્યા હતા. દરમિયાન ગત તા.ર/1/ર4ના સોશિયલ
મીડિયામાં યુવતીએ ધવલ પરમાર જેવા દેખાતો શખસ ચીટિંગના ગુનામાં પકડાયો હોવાનું જાણવા
મળતા તપાસ કરી હતી અને ધવલ પરમાર નહીં પણ ડારીમાં રહેતો અમ્માર ઉર્ફે અમર હાજી જીકાણી
નામનો વિધર્મી શખસ હોવાનું ખૂલ્યું હતું અને
યુવતી અમ્માર ઉર્ફે અમરને મળતા હું કોણ છું ખબર પડીને તો સારું હવે સાંભળી લે
તું ગમે ત્યાં જા તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો જ પડશે. તો તું સંબંધ નહીં રાખે
તો મારી નાખીશ તેવી યુવતીને તેની માતાની હાજરીમાં ધમકી આપી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી
હતી અને યુવતીને પરિવાર સાથે મકાન ખાલી કરી કોડિનાર પંથકમાં રહેવા જવું પડયું હતું.
આ બનાવ બાદ યુવતીને બ્લેક મેઇલિંગ
કરી ફરીથી હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું અને ધમકાવી હતી. બાદમાં યુવતીએ ફરિયાદ
નોંધાવતા પોલીસ અમ્માર ઉર્ફે અમર હાજી જીકાણી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન ગીર સોમનાથ એલસીબીના પીઆઇ એ. બી. જાડેજા તથા સ્ટાફે વેરાવળમાં અગાઉ અનેક ગુનામાં
પોલીસ ચોપડે ચડી ચૂકેલા અમ્માર ઉર્ફે અમર હાજી જીકાણીને અમદાવાદમાંથી ઝડપી લીધો હતો
અને વેરાવળ આવવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં હાઇ વે પર હોટલ ખાતે ચા -પાણી પીવા
રોકાયા હતા ત્યારે અમ્માર ઉર્ફે અમર જીકાણી લઘુશંકા કરવા બાથરૂમમાં ગયો હતો. ત્યાં
એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં તાકીદે રાજકોટની હોસ્પિટલમાં ખસેડયો હતો. જેનુ સારવાર
દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે
વધુ તપાસ હાથ ધરી હતી.