7 કરોડની
ઠગાઈના કેસમાં આરોપીની પૂછપરછમાં ખુલાસા બાદ ક્રાઈમ બ્રાન્ચનું પગલું
અમદાવાદ,
તા. 2 : સિક્યુરીટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી
ઈ કોમર્સ વેબસાઈટ હેક કરીને 7 કરોડની ઠગાઈ કરનાર આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો
છે કે આરોપીઓ ઓનલાઈન જુગાર રમવાની કુટેવ ધરાવે છે. જેથી કરોડો રૂપિયાનો જુગાર હારી
ચૂક્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તપાસમાં બહાર આવ્યુ હતુ કે રાણીપ બ્રાન્ચની એક્સિસ
બેન્કના ફોરેન ચેસ્ટ કરન્સીના ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખરે આરોપી વિજયને 3થી 10 ટકાના
કમિશનના બદલામાં વોટ્સએપથી યુટીઆર કોડ મોકલતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે ડેપ્યુટી મેનેજર
સહદેવની અટકાયત
કરી
છે. આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપી વિજય વાઘેલા,
નિતેશ ઉર્ફે છોટુ અને આદિલ પરમારની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે આરોપીઓએ વેબ સાઈટ
હેક કરી, અનેક ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મગાવી હતી. જે વસ્તુઓનો ગુનાહિત ઈતિહાસમાં
કોઈ ઉપયોગ થયો કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે રિમાન્ડ દરમિયાન તપાસ
કરતા આરોપી વિજય વાઘેલા સમગ્રકાંડનો માસ્ટર માઈન્ડ છે. તેણે વેબસાઈટ હેક કરવા માટે
યુ.એસના એલેકઝાન્ડર નામના હેકર પાસેથી સર્ચ એન્જીન પરથી ડી-બગીંગ સોફ્ટવેર મેળવી, બગ
હાટિંગ કરી વેબસાઈટ કોપ્રોમાઇઝ કરી ઈ કોમર્સ વેબ સાઈટ પર ઠગાઈનું શીખ્યો હોવાનું કબૂલાત
કરી છે.
આરોપી
વિજયે ફેસબૂક પણ હાકિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ રહ્યો ન હતો. ત્યારે ઈ કોમર્સ
વેબ સાઈટ હાકિંગ કરી કરોડો રૂપિયા માલ સામન મેળવી પૈસા મેળવી ઓનલાઈન જુગાર રમતા હતા.
જેમાં લગભગ 6 કરોડ જેટલાનો ઓનલાઇન જુગાર રમ્યા છે. જોકે બાપુનગર વ્હાઈટ હાઉસ નામની
બિલ્ડિગમાં 3 દુકાનો ખરીદી હોવાનું સામે આવ્યું છે.
રમી
સર્કલ, માય 11 સર્કલને નોટિસ
પૂછપરછ
દરમિયાન બહાર આવ્યુ હતુ કે આરોપી વિજય વાઘેલા અને સહદેવ જૂનો મિત્રો છે. યુટીઆર કોડથી
નંબર મેળવી આરોપી ગામિંગમાં રૂપિયા ચિપ્સ મેળવી ઓનલાઈન જુગાર રમ્યા હોવાથી રમી સર્કલ
અને માય 11 સર્કલ ગામિંગ એપને ક્રાઈમ બ્રાન્ચે નોટિસ આપી છે.