બન્ને જૂથના 14 શખસ સામે ગુનો
નોંધાયો
સુરેન્દ્રનગર, તા.3 : વઢવાણમાં
ઝઘડાના મામલે સમાધાન કરવા એકઠા થયેલા બે જૂથ વચ્ચે મામલો બીચકતા મારામારી થઈ હતી અને
બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા તેમજ કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે
પોલીસે બન્ને જૂથના 14 શખસો સામે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, વઢવાણમાં
80 ફુટ રોડ પર આવેલી હોટલ પર નાનુ વજા કલોતરા
નામનો યુવાન હતો ત્યારે મૌલીક વજા ખાંભલા સાથે
સંજય ભાડકા, મહેશ ભાડકા અને ઘનશ્યામ ભાડકા નામના શખસો મૌલીક સાથે ઝઘડો કરતા
હોય નાનુ કલોતરાએ ઝઘડો કરવાની ના પાડતા ત્રણેય શખસો ત્યાંથી જતા રહ્યા હતા.
બાદમાં સમાધાન કરવા માટેથી બન્ને
જુથના શખસો એકઠા થયા હતા ત્યારે મામલો બીચકયો હતો અને મારામારી થઈ હતી અને કારમાં ધોકાના
ઘા ઝીકી તોડફોડ કરવામાં આવી હતી અને સંજય લખમણ ભાડકા નામના શખસે તેની પાસેના હથિયારમાંથી
બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
જો કે કોઈને ઈજા પહોચી નહોતી.
આ બનાવ અંગે પોલીસે જયેશ મોતી ભાડકાની ફરિયાદ પરથી મૌલીક ખાંભલા, નાનુ વજા કલોતરા અને
વિરમ નાનુ કલોતરા અને લાખા નાનુ કલોતરા વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
જયારે સામાપક્ષે દેશળ ભગતની વાવ
પાસે રહેતા નાનુ કલોતરાએ યોગેશ્વર પાર્કમાં રહેતા સંજય લક્ષ્મણ ભાડકા, મહેશ લખમણ ભાડકા,
ઘનશ્યામ લક્ષ્મણ ભાડકા, લક્ષ્મણ ભાડકા, આશીષ મહેશ ભાડકા, સની મહેશ ભાડકા, ગોપાલ જગદીશ
ભાડકા સહિત દસ શખસ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે બન્ને જૂથના હુમલાખોરોની શોધખોળ
શરૂ કરી હતી.