• શનિવાર, 26 એપ્રિલ, 2025

જેસરમાં ગૌવંશ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનારને ત્રણ વર્ષની કેદ

ભાવનગર, તા.ર7: ભાવનગર જિલ્લાના જેસરમાં પોણા બે વર્ષ પૂર્વે મનોવિકૃત શખસે હવસ સંતોષવા માટે ગૌવંશ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની શર્મનાક ઘટનાના કેસમાં જેસર કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જેસરમાં રહેતો હનીફ ઈસ્માઈલભાઈ સૈયક નામના શખસે ગત તા.ર ઓગસ્ટ, ર0ર3ના રોજ રાત્રિના તેની અનાજ દળવાની ઘંટીની બહાર ઓટલા પર ઉભા રહી અંધારાનો લાભ લઈ ગૌવંશ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યુ આચર્યુ હતું. આ અધમ કૃત્યનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચારી મચી હતી. દરમિયાનમાં હનીફ સૈયક નામના શખસ સામે મુસ્લિમ સમાજના અગ્રણીએ ફરિયાદ નોંધાવતા જેસર પોલીસે ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ જેસરના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ.ટી.તિવાડીની કોર્ટમાં ચાલી જતાં સાક્ષીઓની જુબાની અને આધાર-પુરાવાઓને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એ.ટી.તિવાડીએ કરેલા સજાનો હુકમમાં આરોપી હનીફ ઈસ્માઈલભાઈ સૈયદને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષ કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત બચાવ પક્ષના ધારાશાત્રીએ પ્રોબેશનનો લાભ મેળવવા માટે કરેલી અરજીને પણ કોર્ટે ફગાવી દીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક