જામનગર, તા.14: જામનગર શહેરના બાવરીવાસમાં દેશી દારૂનું દુષણ દુર કરવા માટે પોલીસે કોમ્બીંગ હાથ ધરીને 35 સ્થળોએ દરોડા પાડતા 14 સ્થળેથી 14 મહિલા 100 લીટર દેશી દારૂ અને 170 લીટર દેશી દારૂ બનાવવાના આથા સાથે ઝડપાતા પોલીસે ધરપકડ કરીને ગુના નોંધ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી દેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન
વિસ્તારના જાગૃતીનગર, વુલનમીલ ફાટક, ખુલ્લી ફાટક, ગણપતનગર, બાવરીવાસમાં દેશી દારૂનું
દુષણ દુર કરવા માટે એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી સીટી ડીવાયએસપી જયવિરસિંહ ઝાલા તેમજ સીટી સી ડિવિઝનના પીઆઇ જે.જે. ચાવડા સહિતની
પોલીસની જુદી જુદી ટીમો બનાવીને શનિવારે- મોડી
સાંજના કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ટુકડીઓએ એકી સાથે 35 સ્થળો ઉપર દરોડા
પાડતા 14 સ્થળોએથી ગેરકાયદે દેશી દારૂની પ્રવૃતિ ચાલુ મળી આવી હતી.
દરોડા દરમિયાન પોલીસે 14 સ્થળોએથી
રૂ.20 હજારની કિંમતનો 100 લીટર દેશી દારૂ, 170 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો કબજે
કર્યો હતો. દેશી દારૂની પ્રવૃતિઓ ચલાવતી મહિલાઓ ગોદાવરીબેન પ્રવિણભાઇ ચૌહાણ, જમનાબેન
ધનસિંગ ડાભી, મોહીનીબેન લક્ષ્મણભાઇ ડાભી, આરતીબેન જસરાજભાઇ ડાભી, ગોદાવરીબેન કાનાભાઇ
માલપરા, વર્ષાબેન લખનભાઇ કોળી, ચાંદનીબેન રામસ્વરૂપ પરમાર, વિરૂબેન માધાભાઇ પરમાર,
શોભનાબેન જીવણભાઇ પરમાર, સીલાબેન સુરજભાઇ ડાભી, ગીતાબેન રાહુલભાઇ ડાભી, સવિતાબેન રાધેભાઇ
બાવરી અને સોનલબેન રાજેશભાઇ વઢીયાર સામે પોલીસે ગુનાઓ નોંધીને આગળની કાર્યવાહી હાથ
ધરી છે. પોલીસ તંત્રની આ કામગીરીથી દેશી દારૂની પ્રવૃતિઓ ચલાવતા શખસોમાં ફફડાટ વ્યાપી
ગયો છે.