• રવિવાર, 27 એપ્રિલ, 2025

પોરબંદર જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું, ત્રણનાં મૃત્યુ અડવાણા, ટેરી અને વિસાવાડામાં એક યુવતી અને બે યુવાનોના

થયા અપમૃત્યુ

પોરબંદર, તા.15: પોરબંદર જિલ્લામાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યુ હોય તેમ ચોવીસ કલાકમાં એક યુવતી અને બે યુવક સહિત ત્રણના અપમૃત્યુ થતા ભારે અરેરાટી ફેલાઇ છે.

અડવાણા ગામે નવાપરામાં આવેલા કુંભારવાડામાં રહેતા કમલાબેન મનીષ ઠાકુર દ્વારા બગવદર પોલીસમથકમાં એવું જાહેર કરવામાં આવ્યુ છે કે તેની દીકરી પૂનમ ઉ.વ. 21 છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી અને બીમારીથી કંટાળી પૂનમે પોતાની મેળે જ ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજ્યુ છે.

ચૌટા ગામે નવાપ્લોટમાં રહેતા રાજેશ વિસાભાઇ ગાંગાડીયા નામના યુવાને કુતિયાણા પોલીસમાં એવુ જાહેર કર્યુ છે કે તેનો નાનોભાઇ જેન્તી ઉર્ફે લાલો વિસાભાઇ ગાંગાડીયા ઉ.વ. 32 તા. 14-4ના  ટેરી ગામ પાસે આવેલી ચારણ નદીના પાણીમાં કોઇ કારણોસર ડૂબી ગયો હતો અને ત્યાં જેન્તીનું મૃત્યુ થયુ છે. 

વિસાવાડા ગામે રહેતા અને કડીયાકામ કરતા સુરેશ શીંગરખીયાએ મીયાણી મરીન પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે ફટાણા ગામે નવાવાસમાં રહેતા દલયત ભીમા સાદીયા ઉ.વ. 25 તા. 13-4ના વિસાવાડા ગામે સવદાસ માલદેભાઇ મોઢવાડીયાની વાડીએ ગયો હતો અને પાણી વગરના કુવામાં કુવાને બાંધવાનું કામ કરતો હતો. ત્યારે અચાનક ફાલકાનું પતરુ હટી જતા દલયત કુવામાં પડયો હતો અને શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મૃત્યુ થયું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક