ક્રાઈમ બ્રાંચ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી : ચાર્જશીટમાં 30 મહત્વના સાક્ષીઓના નિવેદન
અમદાવાદ,
તા. 15: અમદાવાદના ખ્યાતિકાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે 6 હજારથી વધુ પાનાની
ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ
કરી છે. આ ચાર્જશીટમાં 30 મહત્વના સાક્ષીઓના નિવેદન છે. આ કેસમાં અગાઉ 8 આરોપીઓ સામે
ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. ખ્યાતિ હોસ્પિટલના ઓડિટ અંગે પણ ચાર્જશીટમા ઉલ્લેખ કરવામાં
આવ્યો છે.
ચાર્જશીટમાં
દર્શાવ્યા પ્રમાણે 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવેલ છે. ઈાિભ 164 મુજબ
07 સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે એક સાક્ષીનું નિવેદન
લેવાની પ્રક્રિયા ચાલુ છે. તપાસ દરમ્યાનમાં કુલ 20 ઇલેક્ટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં
આવ્યા છે. તપાસ દરમ્યાનમાં કુલ-38 ફાઈલો કબ્જે કરવામાં આવી અને તપાસ દરમ્યાન કુલ
11 રજીસ્ટરી કબ્જે કરવામાં આવ્યા છે. પીએમજેએવાય ગાંધીનગરથી એસઓપી તથા દસ્તાવેજો મેળવવામાં
આવ્યા છે. બજાજ એલીયાન્સ ઇન્સયોરન્સ કંપનીમાંથી એસઓપી તથા દસ્તાવેજો મેળવવામાં આવ્યા
છે. સરકાર તરફથી રચના કરેલી તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવેલ છે. હોસ્પિટલના
ઓડીટ રીપોર્ટ મેળવેલ છે. આરઓસીમાંથી માહિતી મેળવેલ છે. કુલ 34 બેન્કના ખાતાની માહિતી
મેળવવામાં આવી છે. આરોપીઓની મિલ્કત સબંધિત નોંધણી નિરીક્ષકની કચેરી ગાંધીનગર ખાતેથી
માહિતી મેળવવામા આવેલ છે. કેમ્પના દર્દીઓની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવામાં
આવી છે. દર્દીઓના કુલ-37 હિસ્ટ્રી ફોર્મ કબ્જે કરવામાં આવ્યા છે. સરકાર તરફથી નિમણૂક
કરવામાં આવેલા સી.એ.નો રીપોર્ટ મેળવવામા આવ્યો છે. આમ કુલ મળી 6070 પાનાનુ ચાર્જશીટ
કરવામાં આવ્યું છે.