• બુધવાર, 21 મે, 2025

ડોળાસા પાસે ટ્રીપલ અકસ્માતમાં પાંચને ઈજા

ડોળાસા: ડોળાસામાં વહેલી સવારે એક વિચિત્ર ટ્રીપલ અકસ્માત સર્જાયો. જેમાં માલવાહક રિક્ષા, ઓટો રિક્ષા અને બાઈક અથડાતા મુસ્લિમ પરિવારના પાંચ સભ્યને ઈજા પહોંચી હતી.

આ બનાવની વિગત એવી છે કે હબીબભાઈ નામના છકડો રિક્ષાચાલક સવારે પોણા સાત વાગ્યે ઉનાથી કોડિનારના વેપારીઓનો માલ ભરી ડોળાસા પસાર કરી કોડિનાર તરફ ગુરુકૃપા હોટલની સામે પહોંચ્યા હતા. જ્યાં ચા પાણી પીધા બાદ તેઓ રિક્ષા ઉપાડવા માટે રિક્ષા નજીક ઊભા હતા ત્યાં બરાબર આ સમયે ભાવનગર બાજુની એક ઓટો રિક્ષા અને એક બાઈક પણ એક સાથે ચાલી રહ્યા હતા. જે અહીં ઉભેલી છકડો રિક્ષાની બાજુમાં પહોંચ્યા ત્યારે એક ટ્રક પણ એ જ સમયે પસાર થયો.જેનો પાછળનો ભાગ ચાલુ ઓટો રિક્ષાને અથડાતાં આ રિક્ષા સાથે ચાલતી બાઈકને પણ

અડફેટે લીધી.

આ બાઈક ઉભેલી છકડો રિક્ષા સાથે ટકરાતા બન્ને રિક્ષા ઉંધી વળી ગઈ હતી. જેમાં છકડો રિક્ષાચાલક હબીબભાઇને ઇજા થઈ હતી જ્યારે ઓટો રિક્ષામાં મુસાફરી કરતા મુસ્લિમ સમાજના આસીફભાઈ પઠાણ (ઉં.26 વર્ષ ), રજીયાબેન આસિફભાઈ પઠાણ (ઉં.20 વર્ષ) અને તોહફિક પઠાણ (ઉં.20 વર્ષ)ને  ઇજા પહોંચતા ડોળાસા 108 ને જાણ

કરાઈ હતી. 

ઇજાગ્રસ્તોને કોડિનાર સારવાર અર્થે ખસેડયા હતા.  ભાવનગર બાજુનો આ મુસ્લિમ પરિવાર કોડિનાર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાતા મુસ્લિમ સમાજના આ પાંચેયને ઇજા પહોંચી હતી. જે પૈકી એકની હાલત ગંભીર છે. કોડિનાર પોલીસે ઘટના સ્થળે પહોંચી  કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો

ઇ-પેપરના નવા શુલ્ક