જેતપુર, તા.25: જેતપુરના પાંચ ભેજાબાજ શખસોએ ચલણી નોટના બદલામાં તૂટેલી ફાટેલી, કલરવાળી ડબલ ચલણી નોટ મળશે તેવા પ્રલોભન આપતા ખાંભાના સમઢિયાળા ગામે રહેતાં યુવાનને 1 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ યુવાનની ફરિયાદ પરથી સીટી પોલીસે પાંચ શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ચારની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં.
ખાંભાના સમઢીયાળા ગામે રહેતા
લલિતભાઈ વરૂ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ પોતે છએક મહિના પહેલા તે સુરત
હીરા ઘસવાનું કામ કરતો હતો. જ્યાં તેમની સાથે કામ કરતા અન્ય હીરાઘસુ મોબાઈલમાં જોઈને
વાત કરતા હતા કે, એક ભાઈ છે, જે અસલ ભારતીય ચલણી નોટોના બદલામાં, થોડી ફાટેલી, તુટેલી
અને શાહીના ડાઘવાળી નોટો ડબલ આપે છે. આથી તેમની પાસેથી આવું કામ કરતા વ્યક્તિનો મોબાઈલ
નંબર મેળવી તેને ફોન કરતા, સામેથી પાળિયાદ ગામના વાલજી મકવાણાએ વાત કરી અને પોતાની
ઓળખાણ આપીને જણાવેલ કે, તેઓ ભારતીય ચલણી નોટો કે જે, સારી હાલતમાં છે તેના બદલામાં
શાહીના ડાધાવાળી તથા થોડી ફાટેલી તુટેલી નોટો ડબલ આપે છે. આથી પોતે છેતરાય ગયો હોવાનો
અહેસાસ થતા ફરિયાદીએ સીટી પોલીસ સ્ટેશનમાં વાલજી મકવાણા, અશ્વિન વેગડા, અસલમ નૂરખાન
પઠાણ, એઝાઝ હાજીભાઈ ઠેબા અને યુસુફ જુમાભાઈ ચૌહાણ સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા
પોલીસે અશ્વિન સિવાયના ચારેય શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે
કર્યા હતા.