• ગુરુવાર, 19 જૂન, 2025

માળિયા હાટીનામાં માતા-િપતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા પુત્રએ કર્યો આપઘાત

વાલીઓએ ચેતવા જેવો કિસ્સો : ધો.10માં આવતા અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રએ ભર્યું પગલું

માળિયા હાટીના, તા.16: માળિયા હાટીનામાં વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. ધો.10માં આવેલા પુત્રને માતા-િપતાએ અભ્યાસમાં ધ્યાન આપવા કહેતા પુત્રએ ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી. આ બાબતથી અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ અંગેની વધુ વિગત મુજબ માળિયા હાટીનામાં કૈલાશપાર્ક વિસ્તારમાં રહેતા અને બસસ્ટેન્ડ પાસે કટલેરીની કેબીન ધરાવતા અરાવિંદભાઈ વિરજીભાઈ ગોરાસાનો મોટો પુત્ર હર્ષ ધો.9માંથી 10માં આવ્યો હતો. બોર્ડમાં આવતા તેના માતા-િપતાએ અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનું લાગી આવતા હર્ષે પોતાના ઘરે એકલો હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે જાણ થતા આસપાસના લોકો અને પરિવારના સભ્યો હર્ષને સારવારમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે હર્ષને મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડિયાતરે જણાવ્યું હતું કે, બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ તેના પર દબાણ ન કરવું જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક