• ગુરુવાર, 19 જૂન, 2025

બોરવાવ ગીર ગામના ભાજપ અગ્રણી વ્યાજ વસૂલાત કરતા પોલીસે ગુનો દાખલ કર્યો

ગીર સોમનાથ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષની પોલીસે ધરપકડ કરતાં ખળભળાટ 

તાલાલા ગીર, તા.17: બોરવાવ ગીર ગામના ભાજપના અગ્રણી અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનમાં કોષાધ્યક્ષ રાણાભાઈ હમીરભાઈ કોડીયાતરે પઠાણી વ્યાજે નાણાં આપી બળજબરીથી મિલકત પડાવી લેવાની કથિત પ્રવૃત્તિ સબબ પોલીસે ધરપકડ કરતાં પંથકમાં ખળભળાટ મચી

ગયો છે.

મળતી વિગત મુજબ ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા બોરવાવ ગીર ગામના વતની હાલ તાલાલા શહેરમાં સ્ટેશન રોડ ઉપર રહેતા ઈશ્વરભાઈ જેરામભાઈ કવા ઉ.વ.44 વાળાએ બોરવાવ ગીર ગામના ભાજપ અગ્રણી રાણાભાઈ હમીરભાઈ કોડીયાતર પાસેથી રૂ.30 લાખ 23 હજાર વ્યાજે લીધા હતા. જે મુદત દરમ્યાન વ્યાજ સાથે થતી મુદલ રકમ રૂ.69 લાખ 46 હજાર 400 રોકડા તથા ગુગલ પે ઓનલાઈન પેમેન્ટ મારફત ચુકવી આપેલ છતાં પણ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ફરિયાદીનાં નામે લીધેલ ફોર વ્હીલ કાર કિયા સેલ્ટોસ જેના હપ્તાની રકમ રૂ.10 લાખ 88 હજાર ફરિયાદી ઈશ્વરભાઈ કવાનાં એચ.ડી.એફ.સી. બેંક ખાતામાંથી ઓનલાઈન પેમેન્ટ કરી આપ્યું હતું. છતાં પણ આરોપીએ હજી રૂ.11 લાખ 50 હજાર વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી જે વ્યાજની બાકી રકમ ત્રણ માસમાં પરત આપવા ધમકી આપી ફરિયાદીના એસ.બી.આઇ. બેન્ક ખાતામાંથી ચેક નં.691299 નો રૂ.11 લાખ 50 હજારની રકમનો ચેક બળજબરીથી કઢાવી લઈ વ્યાજની રકમ  આપવામાં નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે તાલાલા પોલીસે ઈશ્વરભાઈ કવાની ફરિયાદ લઈ આરોપી ભાજપના અગ્રણી રાણાભાઇ કોડીયાતર સામે ગુનો દાખલ કરી પી.આઈ.જે.એન.ગઢવી એ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક