ધોરાજી તા.17: ઉપલેટાના રહેવાસી ભાયાભાઈ નારણભાઈ ગાગલીયાને તેમના સાઢુભાઈ વિજયભાઈ કરસનભાઈ સાથે અણબનાવ હતો. તે બનાવનો ખાર રાખી અને ઉપલેટામાં 20/ 4/2019ના સવારે 10:00 થી 10:30ના અરસામાં, ઈજા પામનાર ભાયાભાઈ નારણભાઈ ઉપલેટાથી નીકળી અને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે સિયારામ હોટલ પાસે તેમના સાઢુભાઈ વિજય કરસન સોલંકી તથા તેમના બાપુજી કરસનભાઈ અરશીભાઈ સોલંકીએ કુહાડીઓ વડે આડેધડ ધા મારેલા હતા. આ વખતે ત્યાં હાજર કોઈ વ્યક્તિએ તેનો વિડીયો બનાવી અને શહેરમાં વોટ્સએપમાં વાયરલ થયેલો હતો. જે કેસ કોર્ટમાં ચાલતા કરસન અરસી સોલંકીને સમાન ઇરાદાથી કુદરતી રીતે મરણ જનાર વિજય કરસન સાથે મળી અને ભાયાભાઈ નારણભાઈ ગાગલીયાની હત્યાની કોશિશના ગુનામાં તકસીરવાન ઠરાવી અને દસ વર્ષની કેદ તથા રૂપિયા 5000 દંડ ફટકાર્યો છે.