• ગુરુવાર, 19 જૂન, 2025

જામનગર : દિવ્યાંગ યુવાનની હત્યાના કેસમાં બંને આરોપી જેલ હવાલે

જામનગર તા. 17: જામનગરના ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચેથી દિવ્યાંગ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે રેલવે પોલીસે તપાસ કરતાં મૃતક વડોદરાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોરબંદરથી વડોદરા જતી ટ્રેનમાં દિવ્યાંગના ડબ્બામાં ઘુસેલા બે શખ્સોએ રકઝક કર્યા બાદ દિવ્યાંગ વ્યક્તિને ઊંચકીને નીચે ફેંકી દેતાં હેમરેજ થવાથી મૃત્યુ નીપજયું હતું. હત્યાના બનાવને લઈને પોલીસે બંને શખ્સોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે.  જામનગર રેલવે સ્ટેશનથી હાપા તરફ જતી ટ્રેનના દિવ્યાંગના ડબ્બામાંથી વડોદરાના રહેવાસ હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી (ઉં.વ. 35)ને જામનગરના ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચે ચાલતી ટ્રેનમાંથી બે શખ્સોએ ફેકી દેતા મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના બનાવ બાદ રેલવે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જામનગરના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ પછી આરોપીના એક દિવસના રિમાન્ડ પર લીધા બાદ ફરીથી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યારે હવે બંનેને જેલ ભેગા કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક