જામનગર તા.17: જામનગર જિલ્લાના લાખાબાવળ ગામની સરકારની ગૌચર જમીન પોતાની માલિકી હોવાનું જણાવી પ્લોટો પાડી કબજો કરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગેની
વિગત એવી છે કે રાજભદ્રાસિંહ ભરતાસિંહ રાણા (ઉ.વ.39 ધંધો. નોકરી સર્કલ ઓફીસર, જામનગર
મામલતદાર કચેરી,જામનગર (ગ્રામ્ય) રહે. જામ ખંભાળીયા બાયપાસ પાસે, ન્યુ જામનગર, ગીતાંજલી
પાર્ક, જામનગર) એ આરોપી હરેશ લક્ષ્મીદાસ સોની તથા આરોપી પ્રવીણ હસમુખભાઈ ખરા અને દિનેશ
પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી દિનેશભાઈ ચરણદાસ પરમારએ માઇશ્રી રમાબાઇ આંબેડકર
સોશિયલ એન્ડ વેલફર સોસાયટીના હોદ્દના દરજ્જાથી લાખાબાવળા ગામના સર્વે નંબર-323 માથી
હેક્ટર 3-10-25 આરે જમીન રહેણાક હેતુ માટે મળવા અરજી કરી હતી.
ત્યારબાદ
અરજી સોસાયટીને આનુસંગીક કારણોસર આ જમીન ખરીદ કરવા માંગતા ન હોય તે બાબતે કલેક્ટર જામનગર
દ્વારા આરોપી દિનેશભાઈ ચરણદાસ પરમારની અરજી દફ્તરે કરવામા આવી હતી. તેમ છતા આરોપી હરેશ
લક્ષ્મીદાસ સોની તથા આરોપી પ્રવીણ હસમુખભાઈ ખરા અને દિનેશ પરમાર દ્વારા લાખાબાવળ ગામના
સર્વે નંબર-326 વાળી આશરે જમીન હેક્ટર 2-36-00 આરે જમીન કે જે જમીન સરકારશ્રીની (ગૌચર)
માલીકીની હોય તે જમીન પોતાની હોવાનુ બતાવી પ્લોટો પાડી લીધા હતા. જામનગર જીલ્લા લેન્ડ
ગ્રેબીંગ પ્રોહીબીશન સમિતિની તા.14/05/2025 2025ના રોજ યોજાયેલ બેઠકમા નક્કી થયા મુજબ
આરોપી હરેશ લક્ષ્મીદાસ સોની તથા પ્રવિણભાઈ હસમુખ ખરા તથા દિનેશભાઇ ચરણદાસ પરમાર રહે-બધા
જામનગર વાળાઓ વિરુધ્ધ ગુનો દાખલ કરાયો છે.