• ગુરુવાર, 19 જૂન, 2025

જામનગરના કનસુમરામાંથી નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ ત્રણ શખસની અટકાયત કરાઈ, ત્રણ મહિનાથી ફેકટરી ચાલુ કરેલી હોવાની કબૂલાત

સ્પિરિટ, કલર, અન્ય પ્રવાહી, ખાલી બોટલ, ઢાંકણા, લેબલ સહિત રૂ.8.25 લાખની માલમતા કબજે

જામનગર, તા.18 : જામનગર પાસે કનસુમરા ગામે ગોડાઉન ભાડે રાખીને ડુપ્લીકેટ ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબીની ટુકડીએ પકડી પાડી છે અને ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે. આ સાથે સ્થળ પરથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પીરિટ, કલર તથા અન્ય સામગ્રી ખાલી બોટલો, લેબલ, ઢાંકણા વગેરે સહિત રૂપિયા સવા આઠ લાખની માલમતા કબજે કરી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂએ જણાવ્યું હતુ કે, એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ ધરાયેલા સઘન પેટ્રોલીંગ દરમિયાન જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આર્ય એસ્ટેટમાં આવેલા ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમા અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલાસિંહ વિક્રમાસિંહ જાડેજા, મહિપાલાસિંહ આશીષાસિંહ રાણા ત્રણેય રાજસ્થાનના જયપુરના કિશનસીંગ શેખાવત સાથે મળી આલ્કોહોલ સ્પીરીટ, કલર, પ્રવાહી પાણીમા ભેળસેળ કરી વિદેશી દારૂ બનાવીને તેનું વેચાણ કરવા જામનગરના દારૂના વિક્રેતા ગજેન્દ્રાસિંહ જાડેજા સાથે મળી ઇંગ્લીશ દારૂની ફેકટરી ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગોડાઉનમાં દરોડો પાડી ત્યાથી અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલાસિંહ વિક્રમાસિંહ જાડેજા, મહિપાલાસિંહ આશીષાસિંહ રાણાને પકડી પાડયા હતા. જ્યારે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર કિશનસીંગ શેખાવત અને ગજેન્દ્રાસિંહ જાડેજાને ફરાર જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

આ દરોડા દરમિયાન પોલીસે ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીમાંથી થોકબંધ સાહિત્ય, આલ્કોહોલ સ્પીરીટથી બનાવેલી ઇગ્લીશ દારૂની બોટલ-59 કિ.રૂ.29,500, આલ્કોહોલ સ્પીરીટ ભરેલા મોટા બેરલ-4 લીટર-800 કિ.રૂ.3,20,000, ભેળસેળયુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-40 કિ.રૂ 8000, ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટેનો વપરાતો કેમીકલયુકત પદાર્થ-લીટર-10 કિ.રૂ. 2,000, ફિનાઇલ બોટલ-1200 કિ.રૂ.84,000, કાર-1 કિ.રૂ.3,00,000, મોબાઇલ ફોન-4 કિ.રૂ.60500, દારૂની બોટલ શીલ કરવા માટેનું લોખંડ શીલ મશીન-2 કિ.રૂ.10,000, આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર-1 કિ.રૂ.2000, ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર-1 વ્હીસ્કી, કોન્ટેસા વોડકા, રોયલ સ્ટગ વ્હીસ્કી, ઓફિસર ચોઇસ વ્હીસ્કીના સ્ટીકર નંગ- 10920, પ્લાસ્ટીકની પાણીની ટાંકીઓ-2 કિ.રૂ.5000, ઇંગ્લીશ દારૂ રાખવાના માટેના બોકસ- 220,  ઇંગ્લીશ દારૂ બોટલના શીલ માટેના ઢાકણા-6600,  ઇંગ્લીશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટીકની ખાલી બોટલો-200, ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ-2575, ઇંગ્લીશ દારૂના પુઠાની પેટીઓ ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરોની પટ્ટીઓ-100 વગેરે મળી કુલ રૂ.8,23,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ત્રણેય શખસની પુછપરછ દરમિયાન છેલ્લા ત્રણ મહિનાથી આલ્કોહોલ સ્પીરીટથી ડુપ્લીકેટ  ઇંગ્લીશ દારૂની ફેકટરી ચાલુ કરેલી હોવાનુ ખુલ્યુ છે. આ ઇસમો 200 લીટર આલ્કોહોલ સ્પીરીટમા ફલેવર કલર તથા કેમીકલનુ વેચાણ કરી,અલગ અલગ બ્રાન્ડનો 600 બોટલ આસપાસ દારૂ બનાવતા હોવાનું ખુલ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક