• ગુરુવાર, 19 જૂન, 2025

બોટાદ કોર્ટના વોશરૂમમાં વડોદરાના યુવકે ઝેરી દવા પીધી પત્નીના ત્રાસથી ભર્યું પગલું : સારવારમાં ખસેડાયો

બોટાદ, તા.18:  બોટાદમાં પત્નીના ત્રાસથી પતિએ કોર્ટના વોશરૂમમાં  ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી.  

વડોદરાના જયમીનભાઈ અશોકભાઈ ચૌહાણ નામનો યુવક ભરણપોષણ અને કલમ 498 સહિતના કેસોની મુદત માટે બોટાદ આવ્યો હતો. તેમની પત્ની ગોપીબેન દ્વારા વારંવાર હેરાનગતિ અને ખોટા કેસો કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.

યુવકને સારવાર માટે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.બોટાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ યુવકના નિવેદન અને પારિવારિક વિવાદની વિગતો એકત્રિત કરી રહી છે. પરિસ્થિતિથી કંટાળીને યુવકે કોર્ટના વોશરૂમમાં જઈને ઝેરી દવા પી લીધી હોવાનું ભોગ બનનાર યુવક તેમજ તેના માસી મીનાક્ષીબેન પરમારે હોસ્પિટલમાં માહિતી આપી હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક